જૂનાગઢનાં મજેવડી દરવાજા નજીક દુધનાં વાહનની હડફેટે આધેડનું મૃત્યું

0

જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા નજીક દુધના એક વાહને હડફેટે લેતા એકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ધોરાજીમાં રહેતા મકબુલભાઈ દોસ્તમહમદ સુમરા (ઉ.વ.૧૯)એ અજાણ્યા દુધ વાહન નં.જીજે-૧૧-વાય-૬૪૦રનાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયદ નોંધાવી છે કે દુધનું વાહન લઈને જઈ રહેલા વાહન ચાલકે બેફીકરાઈથી અને ગફલતભરી રીતે વાહન ચલાવી ફરીયાદીનાં પિતાને હડફેટે લેતા તેમને ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ બનાવ ગત તા.૮-૧-ર૦ર૧નાં બનવા પામેલ હતો. ત્યારે ગઈકાલે અકસ્માતે ઘવાયેલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં દુધનાં વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!