બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજ્જુ અભિનેત્રી હેમાલી સેજપાલે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ખાતે તેમણે જણાવ્યું હતું કે, ઉગતા કલાકારોને મારો સંદેશો છે કે, કલા ભગવાનની દેણ છે અને તમે જે સાધના કરો તે સમજીને શીખો, તાલીમ લઈને આગળ વધો અને મા-બાપની સેવા સાથો-સાથ રાખો, માત્ર આકર્ષણને લીધે નહીં અને સફળતા નિષ્ફળતા સમજયા વગર ન પડવું તેનો સંતોષ અનોખો હોય છે. કલા સાધના સાથે ભણતર પણ ચાલુ રાખજાે કારણ કે, સમય બદલાતો રહેતો હોય છે જેમકે આ કોરોના કાળમાં કલા જગતમાં ચારે બાજુ શુન્યાવકાશ હતો ત્યારે મેં વકીલાત પણ કરી લીધી. આવા સંકટ કાળમાં મારી પાસે ડીગ્રી-ભણતર હતું તો કામ લાગ્યું. મારા વિવિધ ભાષાકીય જ્ઞાનને કારણે પાંચ વરસમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઉર્દુ સીરીયલ, ટી.વી. શોમાં કામ કર્યું, મારવાડી, ભોજપુરી ચલચિત્રોમાં કામ કર્યું અને ઢગલાબંધ ગુજરાતી ટી.વી. સીરીયલો-ચલચિત્રો-સ્ટેજ શો, એન્કરીંગ કરી વિશ્વસ્તરે ગુજરાત-દેશનું નામ રોશન કર્યું. ર૪ ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે જન્મેલ હિમાલી કહે છે હું ચોથા ધોરણમાં હતી ત્યારથી જ કલાસીકલ કથક ડાન્સની વિશારદ ડીગ્રી સુધી પહોંચી મારા અભિનીત ફિલ્મ મા-બાપને ભુલશો નહીં અને જય આવરી માતા મારવાડી ભાષાની આ ફિલ્મોને એવોર્ડ પણ મળેલા છે.
આંતરરાષ્ટ્રીય ટી.વી. શો-સીરીયલ ગુજરાત ડાયરી, હાલ ભેરૂ અમેરીકા, કરીયાવર, મુખ્યમંત્રી મનોમંથન, કંઠ કલમના મોતી, તા..થૈ… લોક ગાયક ગુજરાત, હિન્દી ટી.વી. સીરીયલ રામાયણમાં ચંન્દ્ર સેનાનું પાત્ર, કશ્મકશ જીંદગીમાં પૂજાનું પાત્ર, સથવારો રાધેશ્યામ નાટક, હદ કર દી સરાફત કી, તુલસી ઈસ સંસારમે, જાે હસશો નહીં તો મારા સમ, શ્રીનાથજીની ઝાંખી, વેલ્કમ નવરાત્રી, બાય-બાય નવરાત્રી એન્કરીંગ અનેક આલ્બોમો અને એવોર્ડ મળેલા છે અને દર વરસે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ અને કેન્સર પેસન્ટો માટે સેવાકીય શો યોજું છું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews