દ્વારકાનાં મેવાસ ગામે અશ્વ રેસ યોજાઈ

0

દ્વારકા પંથકના મેવાસના ટોબર ગામે દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં મલ કુસ્તી મેળો, અશ્વ રેસ, બળદગાડાની રેસ જેવી સ્પર્ધાઓ પરંપરાગત યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકાના મેવાસ ટોબર ગામે વાછરાદાદાના મંદિરના મેદાનમાં બળદ ગાડા અને અશ્વ રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના અલ્તાફભાઈ જુસબભાઈ ખાફીનો ઘોડો ૩૦૭ એ પ્રથમ નંબરે આવ્યો હતો. દ્વિતીય અને તૃતિય નંબરે આવનાર ઘોડાઓના માલિકને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!