પ્રભાસપાટણમાંથી સાત શકુનીઓ ઝડપાયા

0

પ્રભાસપાટણમાં દરજીવાડામાં લાઇટના અંજવાળે જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે રોકડા રૂા.૧૩,પ૪૦ની સાથે ઝડપી લીધેલ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પો.કો. જીજ્ઞેશભાઇ મધુસુદનભાઇ સહીતના સ્ટાફે બાતમીના આધારે દરજીવાડા વિસ્તારમાં જયદીપ જેઠવાની દુકાન પાસે લાઇટના અંજવાળે જુગાર રમતા જયદીપ જેઠવા, નરશી સોલંકી, નીલેશ વૈયાતા, કમલેશ ગઢીયા, ચંદ્રેશ ટીટા, પુરવ પટેલીયા અને સતાર પંજાને રોકડા રૂા.૧૩,પ૪૦ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!