જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા પ્રોફેસર પી.બી.ઉનડકટ દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને ધો.૧ર સાયન્સની પરીક્ષાના ટાઈમ ટેબલમાં વિદ્યાર્થીને થતો અન્યાય નિવારવાની માંગણી કરી અને આ બાબતે યોગ્ય કરવા રજુઆત કરીછે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે,ગુજરાત સરકારે ગત શૈક્ષણિક વર્ષથી ધો.૧ર સાયન્સની પરીક્ષામાં એમસીકયુ પધ્ધતિને વિદાય આપી એનસીઈઆરટીનો અભ્યાસક્રમ દાખલ કરવાનો જે નિર્ણય લીધો છે તે ખુબજ સરાહનિય છે. દેશભરમાં એક સરખો અભ્યાસક્રમ લાગુ કરવાથી ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાની ‘નીટ’ અને ‘જેઈઈ’ જેવી ર્સ્પધાત્મક પરીક્ષામાં ઘણો મોટો ફાયદો થશે. મેડીકલ અને એન્જિનિયરીંગ કોલેજમાં ગુજરાતના બાળકો સવિશેષ એડમિશન મેળવી શકે એવા કલ્યાણકારી ઉદેશથી આવું સરસ પગલું ભરવા બદલ આપની સાથો સાથ રાજયનાં શિક્ષણપ્રધાન પણ ધન્યવાદને પાત્ર બન્યા છે. પરંતુ આ ઉપરાંત ફેરફારો આવવાથી ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે પરફોર્મન્સ અઘરૂ બન્યું છે, ફેરફાર પૂર્વે ધો.૧રની નીટ પરીક્ષા, અને જેઈઈ પરીક્ષા આપવાથી ગુજરાતના વિદ્યાર્થીને તેના સંયુકત માર્કના આધારે રેપ્યુટેડ એન્જિનિયરીંગ કોલેજમાં એડમિશન મળી શકતું હતું જયારે હવે ગુજકેટ પરીક્ષા પણ આપવી પડે છે. (જે આ અગાઉ મેડીકલ માટે જ આપવી પડતી હતી) આ અગાઉ ધો.૧ર સાયન્સની પરીક્ષા સેમીસ્ટર મેથડથી લેવાતી, ટૂકડે ટૂકડે પરીક્ષા આપવાની હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકતા. હવે વાર્ષિક ધોરણે લેવાય છે એકી સાથે પરીક્ષા આપવાની હોવાથી અઘરી બની છે, ટેન્શન વધ્યું છે.વળી સીબીએસઈના વિદ્યાર્થીઓ પ્રથમથીજ એનસીઆઈઆરટી અભ્યાસક્રમમાં ભણી રહયા છે. આમ છતાં તેઓને પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફીઝીકસ, કેમેસ્ટ્રી જેવા સાયન્સના ખુબ અઘરા અને મહત્વના પેપરો વચ્ચે પાંચ થી છ દિવસો જેટલો ગેપ આપવામાં આવે છે. જેથી તેઓ પરીક્ષામાં સારૂ પરફોર્મન્સ કરી શકે છે. જયારે ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓને આવો લાભ મળતો નથી. તેઓને આવા અઘરાં વિષયોની તૈયારી માટે એકાદ બે દિવસ મળે છે. સંપુર્ણ રિવિઝન કરવાની તેમને તક મળતી નથી. પરીણામે તેઓ સીબીએસઈના વિદ્યાર્થીઓની સરખામણીએ પાછા પડે છે. જયારે રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા હોય ત્યારે તમામ સ્પર્ધકો માટે એક સરખા નિયમો અને સમાન રાહત મળવી જાેઈએ. જેમાં ગુજરાત બોર્ડની ધો.૧ર સાયન્સની પરીક્ષાના ટાઈમ ટેબલમાં પણ ફીઝીકસ, કેમેસ્ટ્રી જેવા પેપરો વચ્ચે પાંચ થી છ દિવસ જેટલો ગેપ આપવામાં આવે એવી સર્વે વિદ્યાર્થીઓના વાલીઓ વતી વિનંતી છે. પ્રજા વત્સલ ગુજરાત સરકાર,ગુજરાત રાજયના વિદ્યાર્થીઓને થતો આ અન્યાય અને અસંતોષ દુર કરવા યોગ્ય કાર્યવાહી કરશે જ એવી અમોને આપ પાસેથી અપેક્ષા અને શ્રધ્ધા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews