ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર આજરોજ ચઢતા પહોરે બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય છ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી આશરે ૨૦ કિલોમીટર દૂર દ્વારકા હાઈવે ઉપર સોનારડી ગામના પાટિયા પાસે આજરોજ સવારે આશરે છ વાગ્યાના સુમારે જઈ રહેલી જી.જે.૧૦બી.આર. ૯૦૬૩ તથા હ્યુન્ડાઈ કંપનીની જી.જે. ૨૭ ડી.બી. ૧૨૧૩ નંબરની બે સફેદ મોટરકાર વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજ્યા હતા. જ્યારે અન્ય છ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે કેટલાક મુસાફરોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બનતા ખંભાળિયા પોલીસ સ્ટાફના કેશુરભાઈ માડમ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટ્રાફિક નિયમન સહિતની તેમજ પોલીસ કર્મી ચંદ્રસિંહ જાડેજાએ સરકારી હોસ્પિટલમાં જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ તરફથી આવતા હતભાગી પરિવારના ભોગ બનનારના નામ દિનેશભાઈ રબારી તથા જગદીશ ઈશ્વરભાઈ દેસાઈ તેમજ અન્ય મોટરકારમાં કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામની કવુબેન મેરૂભાઈ ગોજીયા નામની આશરે ૨૧ વર્ષની અપરિણીત યુવતી કાળનો કોળિયો બની ગયા હોવાનું બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews