ગુજરાત રાજય સહિત દેશના ૧૮ રાજયોના એમ્પ્લોયી પ્રોવીડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનમાંથી પેન્શન મેળવતા પેન્શનરોના પેન્શન વધારવા પ્રશ્ને આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. દેશના ૬૪ લાખ હયાત પેન્શનરોને હાલ મામુલી રકમનું પેન્શન ઈપીએફઓમાંથી મળે છે. કેન્દ્રના ધોરણે ઈપીએફઓને સંલગ્ન પેન્શનરોને પેન્શન આપવા અંગેનો કેસ છેલ્લા ત્રણ વર્ષથી સુપ્રિમ કોર્ટમાં ચાલતો હોય આ પ્રશ્ને આજે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજયના ખાનગી તથા જાહેર સાહસો સાથે સંકળાયેલા દેશના ૬૪ લાખ પેન્શનરો અને ર૦ લાખ વિધવાઓને હાલ ક્ષુલ્લક પેન્શન આપવામાં આવે છે. હાલ ૧૮ રાજયોને કેન્દ્રના ધોરણે પેન્શન ચૂકવાતું નથી જયારે અન્ય રાજયોને કેન્દ્રના ધોરણે પેન્શન મળે છે. ત્યારે ૧૮ રાજયોના પેન્શનરોને પગાર તથા મોંઘવારી ભથ્થું મળી પ૦ ટકા પેન્શન કેન્દ્રના ધોરણે આપવા અને ઓછામાં ઓછું માસિક
રૂા. ૯,૦૦૦ પેન્શન આપવાની માંગ સાથે ઓલ ઈન્ડિયા નિવૃત્ત કર્મચારી ફેડરેશન દ્વારા આ અંગેનો કેસ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયો છે જે ૩ વર્ષથી ચાલી રહ્યો છે. આ કેસમાં વકીલોની તમામ દલીલ પૂર્ણ થયેલ હોય આજે સુપ્રિમ કોર્ટનાં ચૂકાદા ઉપર ૧૮ રાજયોના પેન્શનરોની મીટ મંડાઈ
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews