ગુજરાત રાજયમાં ઉતરાયણ બાદ લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થયો છે જેને પગલે ઠંડીમાં રાહત મળી છે. જાેકે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ઠંડીમાં તો રાહત મળી છે ત્યારે ફરી એકવાર માવઠાની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ઉત્તર ભારતથી ગુજરાત સુધી તેની અસર થશે. બીજુ લઘુત્તમ તાપમાનના વધારાની સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો છે. જેને કારણે બપોરના સમયે સામાન્ય ગરમી વર્તાઈ રહી છે. ત્યાં સુધી કે પંખો શરૂ કરવાની નોબત આવે છે. જયારે રાત્રીનું તાપમાન પણ ૧૩ થી ૧૪ ડિગ્રીની આસપાસ રહેતા ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહયો છે. આમ માત્ર બે દિવસના ગાળામાં ઠંડીમાં ઘટાડો થતાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહયો છે જેને કારણે લોકો રોગના ભોગ બન્યા છે. રાજયમાં જાન્યુઆરીનાં અંતમાં કડકડતી ઠંડી જાેવા મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews