ઉનાનાં વાંસોજ સેવા સહકારી મંડળી લી. પંડિત દીનદયાળનું લાઈસન્સ નંબર ૭૯૯૧ ધરાવતા રમેશ દેવા વાજા નામનો કર્મચારી ગામના ગરીબ લોકો સાથે દાદાગીરી કરી ઓછું અનાજ વિતરણ કરતો હોવાનો વિડિઓ વાયરલ થયો છે. અગાઉ આ વ્યક્તિનું રેશનિંગ કૌભાંડ જાગૃત નાગરિક ધીરૂભાઈ રાજાભાઈ સોલંકીએ બહાર પાડ્યાની કલેકટરને ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા આ વ્યક્તિના પેટનું પાણી ના હલ્યું હોય તેમ દાદાગીરી ધાકધમકીઓ ચાલું કરી ગામના ગરીબ લાચાર લોકોને અનાજ ઓછું આપવાનું ચાલું રાખ્યું હતું અને ગામમાં આવી ચર્ચા ઉઠતા યુવાનો દ્વારા જનતા રેડ કરતા જે વૃદ્ધમહિલાને અનાજ વિતરણ કરેલું અને તેમના અનાજનું માપ-તોલ કરવાનું કહેતા આ વ્યક્તિએ ઉદ્ધતાભર્યુંવર્તન કરી વૃદ્ધ મહિલાનું અનાજ બહાર ફેંકી યુવાનને ધમકી આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આની પહેલા પણ તે શું કરી લીધું તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડ મારૂ કાંઈ નહિ બગડે એમ કહેલ આમ ઓછું અનાજ વિતરણ કરી કાળા બજારી કરતા દુકાનદારો ઉપર તંત્ર કાર્યવાહી કરવાને બદલે પ્રોત્સાહન આપી રહ્યા હોવાની ગામ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews