જૂનાગઢમાંથી કરોડોનું ફૂલેકું ફેરવી નાખનાર પોસ્ટ એજન્ટ પિતા-પુત્રની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનારા પોસ્ટ વિભાગના કહેવાતા એજન્ટ અને તેના પુત્રએ બચત કરનારાઓના લાખો-કરોડોનું કરી નાખી અને ચુનો ચોપડી ભુગર્ભમાં ઉતરી ગયાના બનાવને પગલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને આજ અરસામાં જૂનાગઢમાં જ એક દુઃખદ બનાવ પણ બની ગયો જેમાં પોતાની મરણ મૂડીનું જયાં રોકાણ કર્યુ હતું તે નાણાં ડુબી ગયા હોવાની જાણ થતાં એક મહિલાએ આત્મહત્યા કરી અને જીવનનો અંત આણી દેવાને પગલે આ ફુલેકું પ્રકરણના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસની કામગીરી હાથ ધરી અને આખરે ફુલેકું ફેરવનારા મુખ્ય સુત્રધાર આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવેલ છે.
જૂનાગઢ સી-ડીવીઝનમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી ભરત પરમાર તથા તેના દિકરો તુષાર પરમાર દ્વારા ફરીયાદી વેજાણંદભાઈ આહીર તથા અન્ય લોકોને વિશ્વાસમાં લઈ પોસ્ટ ઓફીસમાં તથા અન્ય જગ્યાએ રૂપિયાનું રોકાણ કરાવી પોસ્ટ વિભાગની ખોટી બુકો તથા પહોંચો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી પુર્વ આયોજીત કાવતરૂં રચી કુલ રૂા.૩પ,૮૯,૭પ૦/- જેવી રકમની ઠગાઈ કરી વિશ્વાસઘાત કર્યા અંગે ગુન્હો રજીસ્ટર થયેલ હોય તેમજ આ સિવાય અન્ય સાહદોના પણ કરોડો રૂપિયાની છેતરપીંડી કરી આરોપી ભરત પરમાર તથા તેનો દિકરો તુષાર પરમાર નાસી જઈ ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
આ દરમ્યાન જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાશમશેટ્ટી દ્વારા ગુન્હાના આરોપી ભરત પરમારની તાત્કાલીક પકડી પાડવા કડક સુચના આપવામાં આવી હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ ડી.જી. બડવા તથા સ્ટાફના માણસો દ્વારા ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભરત પરમાર તથા તેના દિકરા તુષાર પરમારને ઝડપી લેવા વોચ ગોઠવી અલગ-અલગ ટીમો બનાવી જૂનાગઢ સીટી વિસ્તાર તથા તેના રહેણાંક મકાને તેના સગા સંબંધી તથા મિત્રોને મળી ભરત પરમાર બાબતે પુછપરછ હાથ ધરવામાં આવેલ હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ ડી.જી. બડવા તથા ડીટેકશન સેલના પીએસઆઈ ડી.એમ.જલુને ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે આ બંને આરોપી બનાસકાંઠા જીલ્લાના થરાદ ગામે હોય જેથી તાત્કાલીક પીએસઆઈ ડી.જી. બડવા તથા પો.કો. દિપકભાઈ બડવા, ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા તથા જગદીશભાઈ ભાટુ સાથે ટીમ બનાવી તાત્કાલીક રવાના થયા હતા અને બનાસકાંઠા પહોંચતા બાતમી મળેલ કે ભરત પરમાર ભારત-પાકિસ્તાન સરહદથી ૧પથી ર૦ કિ.મી. નજીક આવેલ બનાવકાંઠા જીલ્લાના વાવ તાલુકાના અસારા ગામે વાડી વિસ્તારમાં સંતાયેલ હોય જે હકીકતના આધારે પોલીસની ટીમ દ્વારા ભરત પરમારને પકડી પાડવામાં આવેલ અને તેના દિકરા તુષાર થરાદ-સંચોર હાઈવે ઉપર આવેલ સોમનાથ સોસાયટી ખાતે હોવાની બાતમીના આધારે તેને પણ પકડી પાડી બંને પિતા-પુત્રને જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ છે.
બંને આરોપીઓ દ્વારા
અપાયેલ કબુલાત
ઝડપાયેલા બંને આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પુછપરછ કરતા જણાવેલ કે સને ર૦૦૭થી ર૦૦૮ અને સને ર૦૧પ-૧૬ દરમ્યાન પોતે શેરબજારમાં ઈન્ટ્રા ડે લે-વેચ તથા કોમોડીટીના સોદાઓમાં ખાનગી ફાઈનાન્સરો પાસેથી ઉંચા વ્યાજે પૈસા લઈ તેમજ પર્સનલ લોન, મકાન લોન તેમજ ઓફીસ લોન જેવી લોનો લઈ નાણા મેળવી શેર બજારમાં લે-વેંચ કરતા હોય ઉપરોકત સમયગાળા દરમ્યાન પોતાના પોસ્ટના ગ્રાહકો જે ફિકસ ડીપોઝીટમાં રોકાણ કરવા માંગતા હોય તેઓને ટાટા -બિરલા, કોટક તથા પીેએનપી કંપનીના ફિકસ ડીપોઝીટના ખોટા સર્ટીફીકેટ બનાવી રોકાણની રકમનો અંગત ઉપયોગ કરેલ છે જે ફિકસ ડીપોઝિટ પાકતી મુદતે રોકાણકારને બહારથી વ્યાજે પૈસા લાવી ચુકવી અને ડુપ્લીકેટ સર્ટીફીેકેટનો નાશ કરતો હતો તેમજ જાે કોઈ રીન્યુ કરવા માંગતા હોય તો રીન્યુ કરવાના બહાને પણ આ રકમનો અંગત ઉપયોગ કરતા હોવાની કબુલાત આપી હતી. આ પિતા-પુત્રની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં
આવેલ છે.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ ડી.જી. બડવા, વાયરલેસ પીએસઆઈ ડી.એમ. જલુ, પો.હે.કો. વી.એન. બડવા, વી.કે. ચાવડા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, દિપકભાઈ બડવા, દિવ્યેશભાઈ ડાભી, સાહિલ સમા, ભરતભાઈ સોલંકી, જયદીપભાઈ કનેરીયા, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!