દેવભૂમિ દ્વારકામાં વિકાસકાર્યોના ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વિકાસ ફલક હવે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસી રહ્યું છે. તે માટે સરકાર દ્વારા નોંધપાત્ર યોગદાન મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને જગત મંદિર સહિતના આસપાસના વિસ્તારોના નોંધપાત્ર વિકાસ થયા બાદ હવે આગામી સમયમાં નજીક આવેલા શિવરાજપુર બીચ ખાતે પણ સુવિધાયુક્ત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને તાજેતરમાં “બ્લુ ફ્લેગ બીચ” નું સર્ટીફીકેટ સાંપડ્યું છે, અને આ “બ્લુ ફ્લેગ બીચ”ને સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે. આ બીચ વિસ્તારનો વધુ સારી રીતે વિકાસ થાય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પર્યટન સ્થળ બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વધુ રૂપિયા વીસ કરોડના ખર્ચે વિવિધ પ્રકારની સુવિધાઓ આ સ્થળે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળે પ્રવાસી સુવિધાઓના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયા હતા. મુખ્યમંત્રી સૌ પ્રથમ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરે ગયા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશને શીશ નમાવી પૂજન અર્ચન કર્યું હતું. શિવરાજપુર ખાતે ઇન્ટરવેન્સનન સેન્ટર, ટુરિસ્ટ ફેસેલિટી સેન્ટર, સાયકલ ટ્રેક, લોકર રૂમ, પાથ-વે, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોયલેટ બ્લોક, વિગેરે જરૂરી સુવિધાનું ખાતમુહૂર્ત કર્યું
હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!