રાજય સરકાર નલ સે જળ યોજના સફળ થયો હોવાનો દાવો કરે છે. તો બીજી તરફ જૂનાગઢનાં એક વૃધ્ધ નાગરીકનું છેલ્લા ત્રણ વર્ષથી પાણીનું કનેકશન ટલ્લે ચઢાવી દેવાતા ગઈકાલે કોર્પોરેશનમાં અનોખો દેખાવ કરતા દોડધામ મચી ગઈ હતી.
પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા મનપામાં એક આધેડે અર્ધનગ્ન હાલતમાં પ્રદર્શન કર્યુ હતું. સીએમના આગમન પૂર્વે જ આ કાર્યક્રમથી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાેષીપરાના કચરાભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, મેં છેલ્લા ૩ વર્ષમાં પાણીના કનેકશન અને વેરાના મળી રૂા.૪,૬૦૦ ભર્યા છે. તેમ છતાં ૩ વર્ષમાં મને માત્ર ૬ દિવસ જ પાણી મળ્યું છે. આ અંગે વખતો વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે નાછુટકે મારે અર્ધનગ્ન અવસ્થામાં મનપામાં ધરણાં – પ્રદર્શન કરવા પડયા છે. જાેકે, બાદમાં તુરત અધિકારીએ મને બોલાવીને બુધવારે જ ઈજનેરને મોકલાવાની ખાત્રી આપી
છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews