રઘુવંશી આગેવાનની પ્રદેશ ભાજપના મંત્રી તરીકે વરણી થતાં સન્માન કરાયું

0

તાજેતરમાં વેરાવળ પીપલ્સ બેંકના પૂર્વ ડીરેકટર ઝવેરીભાઇ ઠકરારની ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારીમાં મંત્રી તરીકે નિયુકતી કરાઇ છે. જેને લઇ વેરાવળ પીપલ્સ બેંકના ચેરમેન વિક્રમભાઇ તન્ના, એમડી અશોકભાઇ ગદા, જાેઈન્ટ એમડી. સુનીલ સુબા, ચેરમેન એર્મીસ્ટ્રેસ કીશોરભાઇ કોટક, મુકેશ ચોલરા, ગીરીશ ઠકકર સહિતના ડીરેકટરો, સીઇઓ રજનીકાંત ચંદારાણા સહીતનાએ ઝવેરીભાઇ ઠકરારને મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ તકે બેંકના પૂર્વડીરેકટરની પ્રદેશ ભાજપમાં નિમણુંકને ગર્વ સાથે આનંદની ક્ષણ હોવાનું જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!