અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે પણ પેટ્રોલના ભાવમાં આગ લાગેલી છે. સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ચુકયો છે અને લોકોના ખિસ્સા ઉપર ભાર પડી રહયો છે. પેટ્રોલના ભાવવધારા સામે હવે મોદી સરકારનાં તેમની જ પાર્ટી ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વિરોધ કર્યો છે. ડો.સ્વામીનું કહેવું છે કે, આ સમયે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર ૯૦ રૂપિયા થઈ ગઈ છે. હકીકત એ છે કે, પેટ્રોલની રિફાઈનરીમાંથી નિકળ્યા બાદની કિંમત પ્રતિ લિટર ૩૦ રૂપિયા હોય છે. જેમાં બીજા ૬૦ રૂપિયાનો ટેકસ સરકાર દ્વારા ઝીંકવામાં આવે છે. ખરેખર તો પેટ્રોલનો વધારેમાં વધારે ભાવ પ્રતિ લિટર ૪૦ રૂપિયા હોવો જાેઈએ. સ્વામીએ કહયું હતું કે, સરકાર પેટ્રોલના ભાવ વધારીને લોકોનું શોષણ કરી રહી છે. જાેકે સ્વામીનું સુચન સોશ્યલ મીડિયા ઉપર ઘણાને પસંદ આવી રહયું છે અને ઘણા તેનો વિરોધ પણ કરીને સવાલો પુછી રહયા છે. જાેકે પહેલી વખત નથી બન્યુ કે ડો.સ્વામીએ પોતાની સરકારની નીતિઓનો વિરોધ કર્યો હોય. આ પહેલા પણ તેઓ ઘણી વખત જાહેરમાં મોદી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી ચુકયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews