જૂનાગઢમાં ગઈકાલે જીલ્લા જેલની સામેના રોડ ઉપર મારામારીનો હુમલાનો બનાવ બનવા પામેલ હતો. જેમાં સામ- સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નવી કલેકટર ઓફિસ પાછળ મદીના પાર્ક સોસાયટી મસ્જીદવાળી શેરીમાં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ પલેજા ગામેતી (ઉ.વ.૪૩)એ ઈલ્યાસ જાફરભાઈ પલેજા, મકબુલ દિલાવર ઉર્ફે ડાડા પલેજા, ઈરફાન હાસમ ઉર્ફે કારો પલેજા રહે.બધા સોનારડી તાલુકા વંથલી વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે આ કામના ફરીયાદી તથા સાહેદો સાથે આ કામના આરોપીઓને જુનુ મનદુઃખ ચાલતુ હોય અને ઈબ્રાહીમભાઈ પલેજા ખૂન કેસમાં જેલ હોય અને આજરોજ આ કામના ફરીયાદી તથા સાહેદો ઈબ્રાહીમને મળવા ગયેલ ત્યારે આ કામના આરોપીઓ એસયુવી ફોરવ્હીલ લઈને ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી આરોપી નંબર (૧) તથા (ર) નાએ ફરીયાદીને શરીરે આડેધડ માર મારી બંને હાથમાં ફેકચર કરી તેમજ ત્રણેય આરોપીઓએ સાહેદોને પણ શરીરે માર મારી મુંઢ ઈજા કરી ફરીયાદીની ફોરવ્હીલમાં નુકશાન કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩રપ, ૩ર૩, પ૦૬(ર), ર૯૪(ખ), ૪ર૭, ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. જયારે આ બનાવનાં અનુસંધાને સોનારડી ગામનાં ઈલ્યાસભાઈ જાફરભાઈ પલેજા (ઉ.વ.ર૪) એ અબ્દુલભાઈ મુસાભાઈ પલેજા, અનીસ અબ્દુલભાઈ પલેજા, સાહીદ ( અબ્દુલભાઈનો ભત્રીજાે) વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીનાં મોટા બાપુજી દિલાવરભાઈ આમદભાઈ પલેજાનું દોઢેક વર્ષ પહેલા ખૂન થઈ ગયેલ. જેમાં આરોપી નં.(૧) નું નામ હોય જેને જામીન મળી જતા તેઓ હાલ જૂનાગઢ રહેતા હોય અને ફરીયાદી જૂનાગઢ આવવાના હોય તેવી આરોપીઓને જાણ થતા આરોપી નં.(૧) થી (૩) નાએ ફરીયાદી તથા સાહેદને જુની બગાવતના કારણે લોખંડના પાઈપ તથા છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરીયાદીની ફોરવ્હીલ કાર રજી.નં.જીજે-રપ-જે-૩ર૩૩નો કાચ તોડી નુકશાન પહોંચાડી એકસંપ રાખી એકબીજાને મદદગારી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૪, ૪ર૭, ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.એન. સગારકા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews