દ્વારકાનાં વિકાસ કામોને મંજુરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા નગરપાલિકાનાં પ્રમુખ અને સદસ્યો

0

દ્વારકા શહેરની વણથંભી વિકાસયાત્રાના બે અગત્યના સીમાચિન્હ રૂપે વિકાસકામોની રાજય સરકાર પાસેથી મળેલી મંજુરીની વિગતો જાહેર જનતા સમક્ષ મુકવા નગરપાલિકા પરીવાર હર્ષની લાગણી અનુભવીએ છીએ. દ્વારકા શહેરનું અપ્રતિમ નૈસર્ગિક સૌંદર્યધામ ભડકેશ્વર મંદિર પરીસરના સમગ્રલક્ષી મજબુતીકરણ, વિસ્તૃતીકરણ અને સુવિધાજનક અને સૌંદર્યયુકત બનાવવા માટે શહેરની આગવી ઓળખ યોજનામાં રૂા.૩.૦૦ કરોડની મંજુરી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ પાસેથી મળી છે. આ પવિત્ર સ્થળનો તેના મહિમાને અનુરૂપ વિકાસ ખાતે તે માટે આ મંજુરી મળતા લાંબા સમયથી નાગરીકોની લાગણીને અનુરૂપ અને દરીયાના પ્રવાહથી પરીસરને થયેલા નુકશાન સામે રક્ષણાત્મક રચના કરવામાં આવશે. શહેરના ઈસ્કોન ગેઈટ-ભદ્રકાલી ચોક આજુબાજુ ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રૂા.પ.૦૦ કરોડની સ્ટ્રોમવોટર ચેનલને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની મંજુરી મળી છે. નરસંગ ટેકરી વગેરે તમામ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીથી મુકિત મળશે. આ યોજનામાં જલારામ સોસાયટી અને ઘનશ્યામનગરના પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ બન્ને વિકાસ યોજનાઓ રૂા.૮ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. શહેરના મહત્વના વિકાસ કામોની મંજુરી મળતા આ વિકાસ યોજનાની મંજુરી માટે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી વિજયભાઈ રૂપાણી તથા આ સમગ્ર કર્યવાહીમાં નેતૃત્વ અને માર્ગદર્શન પુરૂ પાડનાર પૂનમબેન માડમ સાંસદ જામનગર તથા પબુભા માણેક ધારાસભ્યનો નગરપાલિકા પરીવાર હાર્દીક આભાર માને છે એમ પાલિકા પ્રમુખ જયોતિબેન પી. સામાણી અને ચીફ ઓફિસર સી.બી. ડુડીયાની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!