મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવ જ્યોતિલિંગની મહાપૂજા-અર્ચના, દર્શન કરીને ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મંદિર ખાતે ધ્વજાપૂજા કરીને ધ્વજારોહણ તેમજ વીર શહીદ હમીરજી સ્મારકને પુષ્પ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પ્રસિધ્ધ પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને પૂજા-અર્ચના કરી જણાવ્યું હતું કે, કોરોના મુક્ત ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે. કોરોના બાદ દેશની સાથે ગુજરાત ફરી પુનઃ ધબકતુ થશે. આસ્થાનું કેન્દ્ર સમાન સોમનાથ મંદિરના અવિરત વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટની સાથે રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કટિબધ્ધ છે. તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી થઈ છે. તેઓની દિધદ્રર્ષ્ટિથી સોમનાથ મંદિરનો જયજય કાર થશે. દેશના વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હોય ત્યારે સોમનાથ મંદિરનો વિકાસ વેગવંતો બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મંદિરના નિર્માણ અને ભવ્યતામાં સિંહફાળો આપનાર સ્વજનોને યાદ કરતા કહ્યું હતું કે, સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે. સોમનાથ મંદિરની ભવ્યતા દિન પ્રતિદિન વધી રહી છે. કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે સોમનાથ ચોપાટી ખાતે પ્રસાદમ યોજના અંતર્ગત રૂા.૪૫ કરોડના ખર્ચે ખાતમુર્હૂત કરેલ પ્રોમોનેડ (વોક-વે)ના કામનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે નિરિક્ષણ કરી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદાધિકારીઓ અને માછીમારી સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. અખીલ ભારતીય ફિશરમેન એસોસીએશન ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રીને કન્યાકેળવણી નિધિ માટે રૂા.૨૫ હજારનો ચેક અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે મોમેન્ટ આપી સન્માન કર્યું હતું. મંદિરના મુખ્ય પૂજારી વિજયભાઈએ પૂજા-અર્ચના કરાવી હતી. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુર્વમંત્રી જશાભાઈ બારડ, પુર્વ રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જાેટવા, અગ્રણી માનસિહ પરમાર, નીતીનભાઈ ભારદ્રાજ, ઝવેરીભાઈ ઠકરાર, કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, રેન્જ આઈજી મનિન્દર પવાર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews