ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જૂનાગઢ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જમીન પચાવી પાડનારાઓ અને અસામાજીક પ્રવૃત્તિ કરનારાઓને તથા ગુંડાગીરી કરનારાઓને ખુલ્લી ચેતવણી આપતાં જુસ્સાભેર જણાવ્યું હતું કે કાં તો તમે તમારી ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી દયો અથવા તો ગુજરાતમાંથી જતા રહો તેમ જણાવ્યું હતું. ગુજરાતમાં જમીન પચાવી પાડવાનાં કિસ્સાઓ સતત વધી રહયાં છે. જેને લઈને ગુજરાત સરકારે ગુજરાતની પ્રજા શાંતિપૂર્ણ જીવન વિતાવી શકે અને તેની શાંતિને કોઈ ખલેલ પહોંચાડી ન શકે તે માટે ગુજરાત સરકારે ખાસ જમીન માફીયાઓ વિરૂધ્ધ કાયદો ઘડી કાઢવામાં આવેલ છે અને આ કાયદા અંતર્ગત જમીન પચાવી પાડનારાઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
૬ માસની અંદર જ તેનું પરિણામ પણ આવી જાય અને આ કેસનો તાત્કાલીક નિવેડો જે તે જીલ્લા કલેકટર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. તેઓએ ગુજરાત સરકારની પ્રજાલક્ષી કામગીરી અને વિકાસની પ્રક્રિયાની માહિતીની સાથે – સાથે જમીન પચાવી પાડનારાઓ સામે કરવામાં આવનાર કડક કાર્યવાહીનો નિર્દેશ આપી જણાવ્યું હતું કે એક વખત જમીન પચાવવાના કેસમાં સજા મળ્યા બાદ જમીન પચાવી પાડનાર આરોપી પોતાની સાત પેઢી સુધી ખો ભુલી જશે કે આવું જમીન પચાવી પાડવાનું કૃત્ય ન કરે તેવો સબક આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews