જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્ર કે જે તીર્થોની નગરી કહેવાય છે કે જયાં સાક્ષાત ભવનાથ મહાદેવ બિરાજમાન છે અને ૩૩ કરોડ દેવતાનો વાસ છે. અનેક ધાર્મિક સ્થળો આવેલ છે. આવા ભવનાથમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજાય છે. જયાં સંતોનાં દિવ્ય દર્શનનો લાભ મળે છે. સેવા, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ વહે છે. એટલું જ નહીં લાખોની સંખ્યામાં ભાવિકો પણ આ મેળામાં ઉમટી પડે છે. જયાં ભજન, ભોજન અને ભકિતનો રંગ ચઢયો છે. તેવા આ શિવરાત્રી મેળાનું આગમન આગામી દિવસોમાં એટલે કે ૭ માર્ચનાં રોજ થવાનું છે. પરંતુ કોરોનાનાં ખતરા વચ્ચે આ મેળો યોજાશે કે કેમ તે અંગે ભાવિકોમાં અને લોકોમાં અવઢવ પ્રવર્તી રહી છે. ર૦ર૧નું વર્ષ શરૂ થઈ ચુકયુ છે અને કોરોનાનાં કેસોનો પણ ઘટાડો થઈ રહયો છે. ર૦ર૦નો વર્ષ કોરોના કાળમાં પુરૂ થઈ ચુકયું છે અને ર૦ર૧નું વર્ષ નવી દિશા અને નવા સૂર્યોદય સમાન છે. ર૦ર૧માં જ માર્ચ માસમાં શિવરાત્રી મેળાનો સમયગાળો આવી રહયો છે. ત્યારે મેળો યોજવો કે કેમ તે બાબતે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સબંધીત વિભાગો દ્વારા રૂટીન મુજબની કાર્યવાહી શરૂ થવાની છે. તો બીજી તરફ શિવરાત્રી મેળો યોજાય તેવી એક લાગણી પણ પ્રવર્તી રહી છે. તો બીજી તરફ કોરોનાનાં સમયકાળમાં મેળો યોજવો તેટલે કેટલે અંશે યોગ્ય છે તે બાબતે પણ ગુંચવણ છે. જાે શિવરાત્રી મેળો યોજાય તો જૂનાગઢ શહેરને નાનામાં નાના લોકોથી લઈ ધંધાર્થી, વેપારીઓને રોજગારીનો ક્ષેત્ર પુરૂ પડી શકે તેમ છે. જાેકે આ બાબતે હજુ સુધી કોઈ ગાઈડ લાઈન આવી નથી. ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતાં. આ દરમ્યાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શિવરાત્રી મેળા બાબતનો સવાલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિવરાત્રીનો મેળો યોજવો કે નહીં તે બાબત સમય સંજાેગ અને પરિસ્થતિ ઉપર નિર્ભર છે. આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ રહેશે તે બાબતે શિવરાત્રીના મેળા અંગે નિર્ણય કરવામાં આવે તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews