ગિરનાર રોપવે સકસેસફુલ : અઢી માસમાં અઢી લાખ લોકોએ માં અંબાનાં દર્શનનો લાભ લીધો : મુખ્યમંત્રી

0

જૂનાગઢનાં ગઈકાલે મહેમાન બનેલા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રણટંકાર કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરનાં વિકાસ માટે સતતને સતત ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. કોરોનાનાં મહાભયંકર કાળમાં પણ ગુજરાત અને કેન્દ્રની સરકારો દ્વારા મહત્વના વિકાસ કાર્યો કર્યા છે. એટલું જ નહીં એશિયાનાં સૌથી મોટા અને ઉષા બ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું અને ખુબજ ટુંકાગાળામાં એટલે કે અઢી માસનાં સમય ગાળામાં જગતજનની માં અંબાજીના દર્શનનો લાભ ભાવિકોએ કર્યો છે.
ગિરનાર રોપ-વેના ભાડા બાબતે ઉહાપોહ થયો હતો. પરંતુ તેમ છતાં લાખોની સંખ્યામાં ભાવિકો માતા અંબાજીનો દર્શનનો લાભ લઈ રહયા છે. ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો પ્રોજેકટ છે અને આ યોજના એક સકશેસફુલી યોજના મુખ્યમંત્રીશ્રી ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગરવા ગિરનાર ઉપર બિરાજતા માતા અંબાજી કે જેમની કૃપા દ્રષ્ટી સતતને સતત રહેલી છે. માતાજીનાં દર્શન કરવા માટે ભાવિકોને અદમ્ય ઈચ્છા હોય છે. પરંતુ પગથીયાનાં ચઢાણ ચઢી ન શકતા હોવાને કારણે તેઓની ઈચ્છા પુર્ણ થતી ન હતી. પરંતુ રોપ-વે થયા બાદ અનેક ભાવિકોની મનોકામના પુર્ણ થઈ છે. અહીં આવનારા યાત્રાળુઓને અંબાજી મંદિરનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ તથા નાનાપીરગીરીબાપુ અને મંદિર ટ્રસ્ટ તરફથી પુજનવિધી કરવામાં આવે છે. આ ઉપરાંત ઉષા બ્રેકો કંપનીનાં પ્રાદેશિક અધિકારી દિપક કપલીસ, હેમંત સડકર અને જૂનાગઢ ખાતેનાં અધિકારી દિનેશ પુરોહિત દ્વાર પણ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!