જૂનાગઢ શહેર પ્રવાસન ક્ષેત્રનું હબ બનશે : પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા

0

જૂનાગઢ શહેરને પ્રવાસન ક્ષેત્રનું હબ બનાવવાની નેમ ગઈકાલે ગુજરાત રાજયનાં પ્રવાસન અને મત્સ્યઉદ્યોગમંત્રી જવાહરભાઈ ચાવડાએ વ્યકત કરી હતી.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અનેક પ્રવાસનને લગતી મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢમાં સાસણના વિવિધ ૩ર કરોડનાં વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રાજયના પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે સાસણ વિશ્વના નકશામાં નવી ઓળખ મેળવશે. આ સાથે સાસણમાં આવતા પ્રવાસીઓ માટે ૪ કરોડના ખર્ચે સિંહ સદનનો વિકાસ કરાશે. બે કરોડના ખર્ચે મગર ઉછેર કેન્દ્રનો વિકાસ, ૩ કરોડના ખર્ચે નેચર પાર્કનો વિકાસ, દેવળીયા પાર્ક અને સન સેટ પોઈન્ટના વિકાસ માટે ૧પ કરોડનો ખર્ચ થશે. ૬.પ કરોડના ખર્ચે દેવળીયા સફારી પાર્કમાં પાર્કિંગ, ૩૦ મીટર ઉંચો વોચ ટાવર, સીટીંગ એરેન્જમેન્ટ, ૮.પ કરોડના ખર્ચે ભાલછેલ હિલ ખાતે સનસેટ પોઈન્ટ, જયાં એમ્ફીથીયેટર, ફૂડ કોર્ટ, ટોયલેટ બ્લોક, હેંગ આઉટ એરિયા, ટીકીટ બિલ્ડીંગ ઉભા કરાશે. જેનાથી દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણ વધશે. સાસણમાં હોટેલ ટુરીઝમના વિકાસ માટે એક કરોડની લોન ઉપર ૩૦ ટકા સબસીડી આપવામાં આવશે. જેનાથી સાસણનો આર્થિક વિકાસ થશે, સાસણની જેમ જૂનાગઢ શહેરમાં વસ્તા ગાઈડ લોકો માટે માસિક પગાર યોજના શરૂ કરવામાં આવનાર છે. જેના થકી તેમના પરિવારનું ગુજરાન વધુ સારી રીતે ચાલી શકે અને જૂનાગઢ શહેર પ્રવાસન હબ બનશે સાથે રાજયમાં પ્રથમવાર જૂનાગઢ શહેરમાં ત્રણ સ્થળે એટલે બહાઉદીન કોલેજ, નરસિંહ મહેતા ચોરો, સર્કિટ હાઉસ સામે પાણીની ટાંકી પાસે પ્રકાશ પોઈન્ટ એટલે ડાઈમેન્શન લાઈટથી ઝળહળતી કરવામાં આવશે તેમ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું. જૂનાગઢ શહેર અને પ્રવાસન ક્ષેત્રનાં વિકાસ કાર્યોને સતત વેગ આપી રહેલા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આ તકે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ હૃદય પૂર્વક આભાર પણ માન્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વડપણ હેઠળની સરકારમાં પ્રવાસન અને મત્સ્યદ્યોગનાં કેબીનેટ મંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ જૂનાગઢ અને ગુજરાતનાં મહત્વનાં પ્રવાસન સ્થળો, ઐતિહાસીક ધામોને વિકસાવવાનાં દ્રઢ નિશ્ચય સાથેના પ્રયાસો શરૂ કરી દીધા હતાં. આ સાથે જ ગુજરાતનાં પ્રવાસન સ્થળોને વિકસાવવાની યોજનાઓ નજીકનાં સમયમાં સાકાર થઈ રહી છે. ત્યારે પ્રવાસન ધામો અને ઐતિહાસીક સ્થળોને વિકસાવવાનાં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાની ચાવીરૂપ ભૂમિકા રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!