જૂનાગઢને હેરીટેેઝ સીટી સાથે ગુંડાઓથી મુકત બનાવવું છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

0

દત્ત અને દાતારની પવિત્ર ભૂમિ અને ઐતિહાસીક ધાર્મિક અને સંસ્કારી નગરી નરસિંહ મહેતાનું ધામ એવા જૂનાગઢ શહેરને આગામી દિવસોમાં જ હેરીટેઝ સીટી તરીકે વિકસાવવાની સાથે ગુંડાઓને, અસામાજીક તત્વોને કાબુમાં લેવાની મહત્વની જાહેરાત ગઈકાલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ ખાતેનાં ભુગર્ભ ગટર યોજનાના ખાત મુર્હુતનાં કાર્યક્રમમાં જાહેરાત કરી હતી જેને તાલીઓનાં ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. જૂનાગઢ ખાતે પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ર૦ર૧નાં નવા વર્ષની જૂનાગઢનનાં નગરજનોને શુભકામનાઓ પાઠવી હતી. અને સાથે જ ગુજરાત રાજયનાં મહત્વનાં શહેરની ગણનામાં જૂનાગઢ શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવી નેમ પણ વ્યકત કરી હતી. આ શહેરનાં પ્રાથમિક સુવિધાનાં પ્રશ્નો હોય, રસ્તા, ભુગર્ભ ગટર, પાણી, નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન, મહાબત મકબરા, ઉપરકોટ અને વિલીંગ્ડન ડેમ તેમજ રેલવે બ્રીજ સહિતનાં પ્રશ્નોને વિકાસની નવી યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. ગઈકાલે પોતાનાં પ્રભાવશાળી અને જુસ્સાદાર ઉદબોધનમાં જૂનાગઢવાસીઓને હામ અને નકકર કામગીરીની વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત અને દેશભરમાં જૂનાગઢ શહેરનો સંપુર્ણ વિકાસ થાય અને હેરીટેઝ શહેર તરીકે તેની ઓળખાણ પ્રસ્તાપિત થાય તેના માટેના સરકાર કૃત નિશ્ચીત છે. આ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, જૂનાગઢ જીલ્લા વહિવટીના અધિકારીઓ વગેરે સૌને અને ખાસ તો જૂનાગઢ વાસીઓને પણ વચનોની રસલાણ પીરસી હતી. જૂનાગઢ શહેરને ફાટકલેસ બનાવવા માટેની જે યોજના છે તેમાં જાેષીપરા ઓવરબ્રીજ અને બસ સ્ટેશનનો ઓવરબ્રીજ બનાવવા માટેની નાણાંની જાેગવાઈની જાહેરાત કરી હતી. આ ઉપરાંત છેલ્લા ઘણાં સમય થયાં જૂનાગઢ ખાતે સફારી પાર્ક બનાવવાની જે વાતચીત ચાલે છે તેને પણ અનુમોદન આપી અને મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં જૂનાગઢ ખાતે ઈન્દ્રેશ્વર સફારી કરવામાં આવશે. આ તકે જૂનાગઢવાસીઓ અને જૂનાગઢનાં શાસનકર્તાઓને પણ હૈયાધારણા આપી હતી કે તમો વિકાસનાં કામો જૂનાગઢ શહેરમાં લઈ આવવો, નાણાં અમે પુરા પાડશું અમારે નકકર કામગીરી જાેઈએ છીએ અને અમે તે કરવા તત્પર છીએ. તેઓએ ભાર પુર્વક જણાવ્યું હતું કે વિકાસ કામોનાં ખાતમુહૂર્તપણ અમે કરશું અને લોકાર્પણ પણ અમેજ કરવાનાં છીએ તેવો વિશ્વાસ આપ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!