ભારતીય મઝદુર સંઘ જૂનાગઢ જીલ્લાનાં અધ્યક્ષ અશોકભાઈ મેઘપરા તથા મંત્રી ધીરૂભાઈ સોલંકીની સંયુકત અખબારી યાદી જણાવે છે કે, સંસ્થાની ચાલી આવતી પ્રણાલી મુજબ જૂનાગઢ જીલ્લાનું વાર્ષિક સંમેલન તા.ર૪-૧-ર૧ને રવિવાર સવારે ૧૦-૦૦ કલાકથી લાખાણી હોલ, જેનીલી શોપીંગ સેન્ટર, એમ.જી.રોડ, જૂનાગઢ ખાતે મળી રહેલ છે. આ સંમેલનમાં નવા જાેડાયેલા યુનિટો, ઓસ્ટીન, મધ્યાહન ભોજન, પોસ્ટલ, જીલ્લાના આશાવર્કરો, વિધુત કર્મચારી, તેમજ પરિવહન, પાણી પુરવઠા, મ્યુનિસીપલ, આંગણવાડી, બાંધકામ, આશા વર્કરો વગેરે વિવિધ યુનિટોના માત્ર સીલેકટેડ પ્રતિનિધીએ ઉપસ્થિત રજી જીલ્લાનાં ગત વર્ષનાં કાર્યનું અવલોકન તથા આગામી વર્ષ -ર૦ર૧નાં વર્ષનું આયોજન પણ કરશે. તેમજ જીલ્લાના પદાધિકારીઓની નિયુકતી પણ કરવામાં આવશે. આ નિમિતે શહેરનાં વિવિધ આગેવાનો તથા જીલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભારતીય મઝદુર સંઘ, ગુજરાત પ્રદેશના આગેવાનો હસુભાઈ દવે, પ્રદેશ અધ્યક્ષ વી.એમ. ચાવડા વગેરે પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય મઝદુર સંઘના નવનીતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ યુનિટોના મુખ્ય પ્રતિનિધિઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews