સમયની માંગ અને શાસ્રના સમન્વય સમાન કામગીરી દ્વારકા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક શુક્લના નેજા હેઠળ થઇ રહી છે. દેવભૂમિ દ્વારકાનાં નંદાણા ગામને નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુષ ગ્રામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેક વી. શુક્લના માર્ગદર્શન હેઠળ લીમડો, કરંજ, ગરમાળો, નિલગીરી, ગુગળ, અરડૂસી, તુલસી વગેરે જેવા ૩૦ આયુર્વેદિક ઔષધો ઉદ્યાનમાં વાવવામાં આવ્યા હતા. આ ઓૈષધિની પસંદગી એવી રીતે કરવામાં આવી છે જેનો ઘરગથ્થુ ઉપચાર તથા ઉપયોગ કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. શુક્લ દ્વારા કોરોના જાગૃતિ કોરોના રક્ષક ઉકાળા વિતરણ તેમજ આયુર્વેદિક ઉપચારોથી રોગપ્રતિકારકતા વધારવા લોકોને સારવાર માર્ગદર્શન વગેરે ખુબ મોટી સંખ્યામાં આપ્યા છે તેમજ આયુષ મંત્રાલય હેઠળ ગુજરાતના આયુષ વિભાગના ડાયરેક્ટર ભાવનાબેન પટેલના સઘન માર્ગદર્શન હેઠળ આયુષ ગાઇડલાઇનના અમલ દ્વારકા જિલ્લામાં ડો. વિવેક શુક્લ કરાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews