માળિયા તાલુકાનાં જુથળ ગામે પુત્રનાં હાથે પિતાની કરપીણ હત્યા

0

જૂનાગઢ જીલ્લાનાં માળિયા તાલુકાનાં જુથળ ગામે ગુસ્સે ભરાયેલા પુત્રએ છરીના ઘા ઝીંકી પિતાને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બનતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે માળિયા પોલીસે આપેલી વિગત અનુસાર માળિયાનાં જુથળ ગામે ગઈકાલે હત્યાનો એક બનાવ બનવા પામેલ હતો. જેમાં મેરામણ જીવા કાથડ (ઉ.વ.પ૦)ની હત્યા થઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત અનુસાર મેરામણ જીવા કાથડ નામનાં પ્રૌઢ અને તેમના પરિવારમાં પત્ની અને પુત્ર હોય જેમાં પોતે આ બંનેેથી અલગ રૂમમાં રહેતા હતાં. આ દરમ્યાન એકાદ વર્ષ પહેલા કોઈપણ કારણોસર પિતા-પુત્ર વચ્ચે ખટરાગ ચાલતો હતો અને જે અંગે પોલીસ ફરીયાદ પણ થઈ હોય જેમાં પુત્ર ગોવીંદ મેરામણ કાથડ અને તેના પિતા મેરામણ જીવા કાથડ વચ્ચે અવાર-નવાર વીખવાદ ચાલતો હતો. આ ઉપરાંત ગાડી લીધી હોય જે ગાડી ફેરવવા બાબતે પણ અવાર-નવાર વિખવાદ થતો હતો. કોર્ટની તારીખ નજીક હોય જે બાબતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગોવીંદ મેરામણ અને તેના પિતા મેરામણ જીવા કાથડ વચ્ચે કજીયો ચાલતો હોય ગઈકાલે મોડીરાત્રે ઉશ્કેરાઈ ગયેલા પુત્ર ગોવીંદ (ઉ.વ.ર૧)એ છરીનાં ઘા ઝીંકી અને પિતા મેરામણ જીવા કાથડને મોતને ઘાટ ઉતારી દીધેલ છે. પોલીસે આરોપી સામે કલમ ૩૦રનો ગુનો દાખલ કરેલ છે. અને પિતાની હત્યા કરનાર આરોપી પુત્ર ગોવીંદને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ માળિયા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એચ.વી. રાઠોડ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!