જૂનાગઢ શહેર ખાતે જુદા જુદા આશરે ૧૦૦ જેટલા વ્યક્તિઓના રૂપિયા પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુન્હો નોંધવામાં આવેલ છે. આ ગુન્હાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાસકાંઠા ખાતેથી રાઉન્ડ અપ કરી, સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા, કોરોના ટેસ્ટ કરાવી અટક કરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં ઘણા પેટિયું રળતા લોકોના નાણાં ઓળવી જવાની બાબતને ગંભીરતાથી લઈ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને સઘન પૂછપરછ કરી, આરોપીઓ દ્વારા તમામ લોકોના લાખો રૂપિયાનું કયાં કયાં રોકાણ કરેલ છે ? કોને આપેલ છે ? બોગસ પાસબુક અને રસીદ કયાં બનાવતા ? શેર બજારમાં નાણાં ક્યાં રોકેલ
હતા ? છેતરપિંડીના નાણાંનું રોકાણ બીજા કોઈને નામે કરેલ છે કે કેમ ? સિક્કાઓ કયાં બનાવવામાં આવેલ છે ? તેની વિગતવારની તપાસ હાથ ધરી, રિકવરી કરવા સુચના અપાઈ છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, ભગાભાઈ, મેહુલભાઈ, નારણભાઇ, કૈલાશભાઈ, ચંદ્રેશભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ ભરતભાઇ નારણભાઇ પરમાર (જાતે વાળંદ ઉવ. ૫૫ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ), તુષાર ભરતભાઇ પરમાર જાતે (વાળંદ ઉવ. ૨૫ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ) તથા ભારતીબેન ભરતભાઇ પરમાર જાતે વાળંદ ઉવ. ૫૨ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ) ની સઘન પૂછપરછ હાથ ધરી, પકડાયેલ આરોપીઓ દ્વારા લોકોના લીધેલ લાખો રૂપિયા કયાં કયાં વાપર્યા છે? ક્યાં ક્યાં રોકાણ કરવામાં આવેલ છે ? વિગેરે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, કોર્ટમાં રજૂ કરી, દિન ૧૪ ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટ દ્વારા ૭ દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં લાખોની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ ત્રણેય આરોપીઓના પોલીસ રીમાન્ડ મેળવી, વધુ પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews