જૂનાગઢમાં રસીકરણની કામગીરી પડતી મુકી હડતાળમાં જાેડાનાર સુપરવાઈઝર સામે ફરીયાદ

0

માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એચ.જી.ડાભીએ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના સુપરવાઈઝર અતુલભાઈ બાબુભાઈ અઘેરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સરકારી કર્મચારી હોય અને પોતાની ફરજ દર્દીની સારવાર આપવાની હોય તેમજ રસીકરણમાં કામ કરવાની હોય તે ફરજ મુકી દઈ તે અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
કેશોદમાં આરોગ્ય કર્મી વિરૂધ્ધ વધુ એક ફરીયાદ
જયેશકુમાર ગીરધરભાઈ રહે.કેશોદવાળાએ કૃપાલકુમાર સામંતભાઈ, હડીયા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર રહે.કેશોદવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાની અચોકકસની મુદતની હડતાળને કારણે કોવીડ-૧૯ની સારવાર તેમજ રસીકરણનાં અભિયાનમાં હાલાકી પડશે તેવું જાણતા હોવા છતાં નોટીસને અવગણી અને હડતાળ પુર્ણ ન કરી ફરજ ઉપર હાજર નહીં થઈ અન્ય આરોગ્ય કર્મચારીઓને પણ ફરજ ઉપર હાજર થવા ન દઈ ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી જતાં મોત
જૂનાગઢનાં મધુરમ એકતાનગર ખાતે રહેતા હિનાબેન રીપેશભાઈ સીંગલ (ઉ.વ.૩૧) એ કોઈપણ કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણેલ છે.
ગળાફાંસો ખાતા મોત
માણાવદર તાલુકાના વેળવા ગામનાં નેહાબેન રાજેશભાઈ બાલસ (ઉ.વ.૧૭)એ પોતાની વાડીએ ખાતે આવેેલા રહેણાંક મકાનમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!