ગુજરાતમાં હવે ખુલ્લા મેદાનમાં લગ્ન સહિત કોઈપણ કાર્યક્રમોમાં વ્યકિતઓની સંખ્યાની મર્યાદા કાઢી નંખાઈ

0

ગુજરાત રાજયમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમણ ઓછું થવાને લઈ કેસો ઘટી રહ્યા છે. ત્યારે તેને લઈને હવે રાજય સરકાર વધુ છુટછાટ આપવા જઈ રહી છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં ખુલ્લા મેદાનોમાં લગ્ન સહિતના કોઈપણ કાર્યક્રમોમાં વ્યકિતઓની સંખ્યાની મર્યાદા કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. જાે કે આવા કાર્યક્રમોમાં માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ૧૦૦ લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ૨૦૦ લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!