ધામળેજ ગામે બંદરની પ્રાથમિક શાળામાં ૧૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર

0

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી ધામળેજ બંદર પ્રાથમિક શાળા ખાતે ૧૦૦ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આજની જે સમસ્યા છે તે પર્યાવરણ જાળવણી કરવી અને પર્યાવરણને પહોંચતા નુકસાનને અટકાવવાનો પ્રયત્ન કરવો જાેઈએ. ત્યારે ધામળેજ બંદરની પ્રાથમિક શાળામાં શિક્ષક મિત્રો, સરપંચ ઓઘડભાઈ વાળા, ઉપસરપંચ રતિલાલભાઈ ફુલબારીયા, તાલુકા પંચાયતના સદસ્ય શામજીભાઈ વંશ, દક્ષાબેન પાંજરી, કોળી સમાજના પટેલ પાલાભાઇ સેવરા, બંદરના આગેવાન ભાયદાસભાઈ ઓલવાણી દ્વારા ૧૦૦ જેટલા દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું. જે વૃક્ષો વાવીને પર્યાવરણ સુરક્ષાની પણ કામગીરી કરે છે ત્યારે સમાજ માટે પણ પ્રેરણાદાયી બને છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!