દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં પુરતા આધાર-પુરાવા વગર નકલી લાયસન્સ બનાવવાનું વ્યાપક કૌભાંડ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં દ્વારકામાં રહેતા એક મુસ્લિમ શખ્સની પોલીસે અટકાયત કરી હતી. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મનાતા એક પરપ્રાંતીય શખ્સ સહિત અન્ય છ શખ્સોના નામ પણ ખુલ્યા છે. આ સમગ્ર કૌભાંડની સિલસિલા બંધ વિગત મુજબ જિલ્લા પોલીસને તાજેતરમાં એક નકલી લાયસન્સ ધ્યાનમાં આવ્યું હતું. આના અનુસંધાને જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીની સુચના મુજબ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તપાસનો દૌર હાથ ધરી, સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ સવાણી તથા કોન્સ્ટેબલ સુરેશભાઈ વાનરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો સુલતાન અયુબ સુમારભાઈ સોઢા નામના ૩૧ વર્ષના ભડેલા મુસ્લિમ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. એસ.ઓ.જી. પોલીસની તપાસમાં ઝડપાયેલા આ શખ્સ પાસેથી કુલ પંદર બનાવટી (ખોટા) ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા. આના અનુસંધાને પોલીસ દ્વારા આ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરાતા તેણે પોપટ બનીને વિવિધ કબૂલાત આપી હતી. પોલીસ પૂછપરછમાં જાહેર થયેલી વિગત મુજબ તેના દ્વારા તેના શાળા એવા પરપ્રાંતિય મનાતા રીઝવાન રસૂલ અંસારી પાસે આ ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવતા હતા અને એક લાયસન્સ બનાવવા માટે તેઓ દ્વારા રૂપિયા ૩,૦૦૦ સુધીની રકમ પણ વસૂલવામાં આવતી હતી. આ શખ્સો દ્વારા આજ સુધી સલાયાના જુનસ ઓસમાણ મોખાને કુલ નવ, બેટ ગામના અલી હસન સપને કુલ નવ, રોજીના દંગાવાળા જાવીદ હારૂન સમાને આઠ, દ્વારકાના ઇકબાલ વલીમામાદ સુંભણીયાને પાંચ તથા ઓખાના નજીર તાલબ સંઘારને કુલ આઠ બનાવટી (ખોટા) ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યા હતા. આમ, આ શખ્સો દ્વારા પોતાના અંગત-રોકડ ફાયદા માટે આર.ટી.ઓ અધિકારીની સહીતનો ડિજિટલ તરીકે ઉપયોગ કરી, ટૂંકા રસ્તે પૈસા બનાવવાના આ પ્રકરણમાં ૫૪ લાયસન્સ બનાવનાર સુલતાન સોઢાની પોલીસે અટકાયત કરી અને કોરોના ટેસ્ટ બાદ આગળની તપાસ અર્થે આ શખ્સનો કબ્જાે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પ્રકરણમાં દ્વારકા પોલીસે આઈપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૪૭૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી અને આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મનાતા રિઝવાન રસુલ અન્સારી સહીત કુલ છ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ ચકચારી કૌભાંડમાં અન્ય મોટા મગરમચ્છ પણ સંડોવાયા હોવાની દિશામાં પણ દ્વારકાના પી.આઇ. પી.બી. ગઢવી દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.ડી. પરમાર, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ સવાણી, હરદેવસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, દિનેશભાઈ માડમ, સુરેશભાઈ ગઢવી, રાકેશભાઈ સિધ્ધપુરા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews