પતંજલી યોગ પીઠ દ્વારા જૂનાગઢનાં ભૂતનાથ મંદિરનાં પ્રાંગણમાં ૩૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમ્યાન યોગ શિબિરનું આયોજન

0

કોરોનાની મહામારીએ હવે તો સાબિત કરી દીધું છે કે, ડાયાબીટીસ અને ઉંચું બ્લડપ્રેસર જાયન્ટ કીલર છે, સાયલન્ટ કીલર છે પરંતુ આ બંને મોટી બિમારીઓ યોગ અને વિજ્ઞાન દ્વારા કાબુમાં રાખી શકાય છે. ત્યારે પતંજલી યોગ પીઠ દ્વારા તા. ૩૧ જાન્યુઆરીથી
૭ ફેબ્રુઆરી સુધી સવારના ૬.૩૦ થી ૭.૩૦ દરમ્યાન ભૂતનાથ મંદિરનાં પ્રાંગણમાં રેલ્વે ફાટક સામે, જૂનાગઢ ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું છે. દરરોજ સવારે ૧૧ થી ૧ અને સાંજે ૬ થી ૭ દરમ્યાન અંકુર ચિલ્ડ્રન હોસ્પીટલ, રાજયજીનગર શોપીંગ સેન્ટર, ૧ લો માળ, જૂનાગઢ ખાતે રજિસ્ટ્રેશન કરાશે. આ યોગ શિબિરમાં ૭૦ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે. શિબિરમાં ડાયાબીટીસ કે બીપીથી પિડાતા લોકો પણ ભાગ લઈ શકશે. શિબિર પહેલાં રજિસ્ટ્રેશન, વજન, બ્લડપ્રેસર રેકોર્ડ અને જમ્યા પછીના
બે કલાકનું બ્લડ સ્યુગર કરાવવાનું રહેશે જેના માટે રૂા. ર૦૦નો ખર્ચ રાખેલ છે જે રજિસ્ટ્રેશન વખતે ભરવાનો રહેશે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે ફકત પ૦ વ્યક્તિઓને લેવામાં આવશે.
તા. ૮-ર-ર૦ર૧થી આજ જગ્યાએ નિયમિત યોગ કલાસ ચાલુ રહેશે અને સવારે ૬.૩૦ થી ૭.૩૦ દરમ્યાન કોઈપણ વ્યક્તિ જાેડાઈ શકશે. યોગ મેડીકલ શિક્ષક, જિલ્લા યોગ પ્રભારી ડો. અરૂણભાઈ કોઠારી (એમડી, બાળ આરોગ્ય નિષ્ણાંત) અને યોગ શિક્ષણના પ્રણેતા પતંજલી મહિલા સમિતિ, યોગાચાર્ય શ્રીમતિ રેણુંબેન શુકલ, જિલ્લા યોગ પ્રભારી ધનરાજભાઈ, જિલ્લા યુવા પ્રભારી દિપકભાઈ આર્ય, જીલ્લા મહિલા પ્રભારી શ્રીમતિ ચેતનાબેન ગજેરા, કૃતિબેન, દિપકભાઈ સચાણીયા, રીટાબેન, હંસાબેન, અનિતાબેન, રંજનબેન સહિતના શિક્ષકો યોગ શિબિરમાં માર્ગદર્શન આપશે. શિબિરમાં ખુલ્લા વસ્ત્રો જેવા કે, બહેનો માટે સલવાર-કમીઝ અને ભાઈઓ માટે લેંઘો-ઝભ્ભો પહેરવા જરૂરી છે અને આસન માટે શેતરંજી સાથે લાવવી જરૂરી છે.
આ ઉપરાંત તા. ર૭ અને ર૮ જાન્યુઆરી ત્યારબાદ એક મહિના પછી ર૭ અને ર૮ ફેબ્રુઆરીના બપોરના ર.૩૦ થી ૩.૩૦ સુધી અંકુર ચિલ્ડ્રન હોસ્પીટલ, રાયજીબાગ, જૂનાગઢ ખાતે બ્લડ ટેસ્ટનું આયોજન કરાયું છે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોએ જમીને બે કલાક પછી આવવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!