નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧રપમી જન્મ જયંતિ

0

નેતાજી સુભાષ ચંદ્રનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭માં થયો હતો. તેમણે પહેલાં ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે ‘તુમ મુજે ખૂન દો મેં, તુમ્હે આઝાદી દૂંગા’ના નારા વડે ભારતીયોના દિલોમાં દેશભક્તિની ભાવના બળવાન થતી હતી. આજે પણ તેમના આ નારાથી બધાને પ્રેરણા મળે છે. ૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા. ૧૯૧૮માં તેમણે ફિલોસોફીમાં ગ્રેજુએશન ફર્સ્ટ ક્લાસમાં પુરી કરી હતી. ૧૯૨૦માં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા ઇગ્લેંડમાં પાસ કરી હતી, જાેકે થોડા દિવસો બાદ ૨૩ એપ્રિલ ૧૯૨૧માં તેમણે ભારતીય સ્વતંત્રતા સંઘર્ષને જાેતાં રાજીનામું આપી દીધું હતું. ૧૯૨૦ અને ૧૯૩૦માં તે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના યુવાઅને કટ્ટરપંથી નેતાઓમાં ગણતરી થવા લાગી. ત્યારબાદ ૧૯૩૮ અને ૧૯૩૯માં તે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા. ૧૯૨૧ થી ૧૯૪૧ દરમ્યાન તે પૂર્વ સ્વરાજ માટે ઘણીવાર જેલ પણ ગયા હતા. તેમનું માનવું હતું કે અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવી ન શકાય. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન તેમણે સોવિયત સંઘ, નાજીજર્મની, જાપાન જેવા દેશોની યાત્રા કરી અને બ્રિટીશ સરકાર વિરૂદ્ધ સહયોગ માંગ્યો હતો. ત્યારબાદ જાપાનમાં તેમણે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી. પહેલાં આ ફૌજમાં તે લોકો સામેલ કરવામાં આવ્યા, જે જાપાન દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા. પછી આ ફૌજમાં બર્મા અને મલાયા સ્થિત ભારતીય સ્વંયસેવક પણ ભરતી કરાવવામાં આવ્યા હતા. સાથે જ તેમાં દેશની બહાર વસવાટ કરતા લોકો પણ સેનામાં સામેલ થઇ ગયા હતા. તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન જર્મનીમાં શરૂ કર્યું હતું અને પૂર્વી એશિયામાં ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે ભગવત ગીતા તેમના માટે પ્રેરણાનો મુખ્ય દ્વાર હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડે તેમણે તેમનું મન વિચલિત કરી દીધું કે તે ભારતની આઝાદીની લડાઇમાં કૂદી પડ્યા છે. નેતાજીના કોલેજના દિવસોમાં એક અંગ્રેજી શિક્ષકના ભારતીયોને લઇને વાંધાજનક નિવેદનો ઉપર તેમણે ખૂબ વિરોધ કર્યો, જેના લીધે તેમને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ૧૯૪૧માં તેમણે એક ઘરમાં નજરબંધ કરીને રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તે ભાગી ગયા હતા. નેતાજી કાર વડે કલકત્તાથી ગોમો માટે નિકળી પડ્યા હતા. ત્યાંથી તે ટ્રેન વડે પેશાવર માટે નિકળી પડ્યા હતા. ત્યાંથી તે કાબુલ પહોંચ્યા અને પછી કાબુલથી જર્મની રવાના થયા હતા જ્યાં નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જાે તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘરાષ્ટ્ર બન્યું હોત અને ભારતનું વિભાજન ન થયું હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથબોઝ કટક શહેરમાં મશહૂર વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાબા સમય સુધી કામ કર્યુ હતું અને તેઓ બંગાલ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, અંગ્રેજાેની વિરૂદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ ‘જય હિન્દ’નું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. તેમણે આઝાદ હીન્દફૌેજની સ્થાપના કરી હતી. પ્રભાવતી અનેજાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતા, જેમાં ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમાં પુત્ર હતા. તેમનું હુલામણું નામ સુભાષબાબુ હતું. ૧૫ વર્ષની ઉંમરમાં સુભાષ ગુરૂની શોધમાં ઘરેથી ભાગીને હિમાલય ચાલ્યા ગયા છે. પરંતુ ગુરૂની તેમની શોધ અસફળ રહી હતી, ત્યારબાદ સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચીને તેઓ તેમના શિષ્ય બની ગયા. ૧૯૨૧માં ઈંગ્લેન્ડ જઈને તેઓ ભારતીય સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી પરંતુ તેમણે અંગ્રેજાેની સેવા કરવાનો ઈનકાર કરી દીધો અને ભારત પરત આવી ગયા. ભારત પરત આવ્યા બાદ તેઓ સર્વપ્રથમ મુંબઈ જઈ મહાત્મા ગાંધીજીને મળ્યા હતા. ત્યાં ૨૦ જુલાઈ ૧૯૨૧ના રોજ મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. ગાંધીજીએ તેમને કોલકતા જઈ દાસબાબુ સાથે મળીને કામ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ટૂંક સમયમાં જ સુભાષબાબુ દેશના એક મહત્વપૂર્ણ યુવાનેતા બની ગયા. ૨ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ કોલકતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સુભાષચંદ્ર બોઝે વિશાળ મોર્ચો કાઢ્યો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કરી તેમને ઘાયલ કરી દીધા હતા. સુભાષચંદ્ર બોઝ જેલમાં હતા ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજાે સાથે સહમતી કરી કેદીઓને છોડાવ્યા હતા. પોતાના જીવનકાળ દરમ્યાન સુભાષચંદ્ર કુલ ૧૧ વખત જેલ ગયા હતા. ૩મે ૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ અંતર્ગત ફોરવર્ડ બ્લોક નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમને કોંગ્રેસમાંથી હાંકી કઢાયા હતા. ૨૯ માર્ચ ૧૯૪૨ના રોજ તેઓ જર્મનીના સર્વોચ્ચ નેતા હિટલરને મળ્યા હતા. પરંતુ હિટલરને ભારતના વિષયમાં ખાસ રસ ન હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી નેતાજીએ બીજાે માર્ગ શોધવો રહ્યો હતો. તેમણે રશિયા પાસેથી સહાયતા માંગવાનું નક્કી કર્યું. ૧૮ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ નેતાજી વિમાન મારફત માંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ લાપતા બની ગયા હતા. ત્યારબાદ તેઓ કોઈને જાેવા મળ્યા ન હતા. વિમાન દુર્ધટના (વિવાદાસ્પદ)ના કારણે તેમનું અવસાન ૧૮ ઓગષ્ટ ૧૯૪૫ના રોજ થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!