આજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ અર્ણબ ગોસ્વામીનાં લીક થયેલા WhatsApp મેસેજ ઉપર પ્રેસ વાર્તા યોજી પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે અર્ણબના મેસેજને આધારે પ્રધાનમંત્રી ઉપર ઘણા ગંભીર સવાલો કર્યા હતા. પુલવામાં હુમલા ઉપર અર્ણબ જે રીતે ખુશી મનાવતા TRPની જીત બતાવે છે તેના ઉપર શંકરસિંહ વાઘેલા એ સખ્ત શબ્દોમાં આલોચના કરતા એને સૈનિકોનું અપમાન ગણાવ્યું છે. પુલવામાં અને બાલાકોટ મામલે જેમ અર્ણબ ગોસ્વામી પ્રધાનમંત્રી મોદીના પ્રચારના આદેશનું પાલન કરે છે અને આ ચૂંટણી સ્ટંટ છે એવી વાતો થાય છે તે સાબિત કરે છે કે ભાજપે ષડયંત્ર કરીને આપણા ૪૦ સૈનિકો ને ૩૦૦ કિલો RDXથી શહીદ કરી નાખ્યા હતા. બાલાકોટ મામલે પણ એર સ્ટ્રાઇકનાં થોડા દિવસ પહેલા જ સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી આપી દેવામાં આવે છે તેના ઉપર શંકરસિંહ બાપુએ ચિંતા વ્યક્ત કરતા આ મામલે પ્રધાનમંત્રી અને અર્ણબ ઉપર ઓફિશિયલ સિક્રેટ એકટ અને દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પ્રધાનમંત્રીને કહ્યું છે કે જાે તેમનામાં જરા પણ શરમ બચી હોય તો ૨૬ જાન્યુઆરી એ દેશની જનતાની માફી માંગી પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જાેઈએ. ભાજપની આતંકી હુમલાઓ વાળી રાજનીતિ શંકરસિંહ બાપુએ હંમેશા સૌથી પહેલા ખુલ્લી પાડી છે. તે પછી ગોધરા હોય, અક્ષરધામ હોય, પુલવામા હોય કે બાલાકોટ શંકરસિંહ બાપુ જાણે છે ભાજપ સત્તા માટે કેવા કેવા કાંડ કરે છે. આજે દેશ પણ ધીરે ધીરે ભાજપની આ હલકી રાજનીતિ ઓળખવા લાગી છે. શંકરસિંહ બાપુએ મહારાષ્ટ્ર સરકારને પણ અપીલ કરી છે કે તેઓ અર્ણબ અને પાર્થોદાસ ગુપ્તાનો નાર્કોટેસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને ગોદી મીડિયાની સચ્ચાઈ દેશને દેખાડવી જાેઈએ. શંકરસિંહ બાપુએ મીડિયાનો અમુક ઉદ્યોગપતિઓ સંચાલીત ન્યુઝ ચેનલો કોર્પોરેટર મિડીયાને જે હિસ્સો ગોદી મીડિયા બનીને બેઠો છે તેમની મજબૂરી ગણાવતા કહ્યું હતું કે, તેઓ કોમર્શિયલી વિચારવા વાળા લોકો છે માટે ખુદને વેંચી દીધા છે. અદાણી કે અંબાણી જેવા ઉદ્યોગપતિઓ પણ પોતાના લાભ માટે સરકારને મદદ કરે છે. ખરેખર આમાં વેંચાવા વાળા કરતા વેંચવા વાળા વધુ જિમ્મેદાર છે. ભાજપ અને સરકારને એક જ વ્યક્તિ ચલાવે છે એટલે જિમ્મેદાર પણ એ વ્યક્તિ જ છે. સ્વ. અરૂણ જેટલી વિષે અર્ણબએ એના મેસેજમાં ઘણા ખુલાસા કર્યા છે જેમાં અર્ણબ૧૯ ઓગષ્ટે જેટલીજીનાં સ્વાસ્થ્ય વિષે અશોભનીય ટિપ્પણી કરે છે જેના વિરોધમાં ભાજપ કે સંઘના લોકો હજુ સુધીમાં એક શબ્દ પણ બોલ્યા નથી. આ મુદ્દે શંકરસિંહ બાપુએ ભાજપને સવાલ કર્યો છે કે, કેમ ભાજપ તેમના જ નેતાના અપમાન ઉપર ચૂપ છે ? વધુ એક મોટો ખુલાસો એ પણ છે કે આ મેસેજમાં જ્યારે પાર્થો ગુપ્તા અર્ણબને પૂછે છે કે “શું જેટલી મરી ગયા ?” ત્યારે અર્ણબ કહે છે “સાંજ સુધીમાં જાહેર કરી શકે છે ?” પરંતુ જેટલીજીનું નિધન ૨૪ ઓગષ્ટે સરકારે જાહેર કર્યું. જેટલીજીનાં મૃત્યુ ઉપર અર્ણબ એમ પણ કહે છે કે PMOને ખબર નથી શું કરવું અને પ્રધાનમંત્રી બુધવારે ફ્રાંસ જઈ રહ્યા છે. મારી પણ મીટીંગો કેન્સલ થઈ ગઈ છે” આ બધી વાતો સવાલ ઊભા કરે છે કે શું જેટલીજીની મૃત્યુ ૨૪ ઓગષ્ટ પહેલા જ થઈ ગયું હતું ? જેમ વાજપેયીના નિધનના સમાચારો ૧૪ ઓગષ્ટે વહેતા થયા હતા પરંતુ સરકારે જાહેર કર્યું
૧૬ ઓગષ્ટે. શંકરસિંહ વાઘેલાએ અર્ણબનાં ઘણા મેસેજાે ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, બધા મંત્રીઓની સાથે છે, પાર્થોદાસ ગુપ્તા કહે છે જજ ખરીદી લો, અર્ણબ પાર્થો માટે PMOમાં મીડિયા સલાહકારના પદ માટે લોબિંગ કરે છે, પાર્થોનાં વ્યવસાયિક કામ માટે અર્ણબ પ્રધાનમંત્રીને મળે છે, મંત્રીઓ માટે લોબિંગ થાય છે, અર્ણબની કંપની વિરૂદ્ધના ભ્રષ્ટાચારના કેસ મંત્રી સાઈડમાં કરી દે છે. આ બધું બતાવે છે કે ભાજપે સરકારી અને ન્યાય વ્યવસ્થાને ઉપરથી લઈને નીચે સુધી સડો પેદા કર્યો છે તેના બંધારણ કાયદો, પોલીસ, રેવન્યુ, બેન્કોને જબ્બર નુકશાન કર્યુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews