પોસ્ટ એન્જટની છેતરપીંડીમાં ગ્રાહકોના ફસાયેલા નાણાં રિકવર કરવા જૂનાગઢ પોલીસની તજવીજ

0

જૂનાગઢ શહેર ખાતે જુદા જુદા આશરે ૧૦૦ જેટલા વ્યક્તિઓના રૂપિયા પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપીઓ ભરતભાઇ નારણભાઇ પરમાર (જાતે વાળંદ ઉ.વ. ૫૫ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ), તુષાર ભરતભાઇ પરમાર (જાતે વાળંદ ઉ.વ. ૨૫ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ) તથા ભારતીબેન ભરતભાઇ પરમાર (જાતે વાળંદ ઉ.વ. ૫૨ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ)ની અટક કરી, ૭ દિવસના રિમાન્ડ મેળવાયા છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં ઘણા પેટિયું રળતા લોકોના નાણાં ઓળવી જવાની બાબતને ગંભીરતાથી લઈ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને સઘન પૂછપરછ કરી, આરોપીઓની વિગતવારની તપાસ હાથ ધરી, ગરીબ માણસો રૂપિયાઓની રિકવરી કરવા સુચના આપવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર અને સ્ટાફના ભગાભાઈ, મેહુલભાઈ, નારણભાઇ, કૈલાશભાઈ, ચંદ્રેશભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ કરાતાં પકડાયેલ આરોપીઓ દ્વારા લોકોના લીધેલ લાખો રૂપિયા શેર બજારમાં રોકવામાં આવ્યા હોવાની કબુલાત કરવામાં આવી છે. શેર બજારમાં કંપનીઓ દ્વારા એંજલ બ્રોકિંગ શેરબજારની કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાની જાહેરાતના કારણે ૨૦૧૩ની સાલથી વધુને વધુ રૂપિયાનું રોકાણ શેર બજારમાં કરવામાં આવેલ અને આશરે દોઢેક કરોડ રૂપિયાની ખોટ કરવામાં આવેલ હતી. આ ખોટ પુરી કરવા જુદી જુદી વ્યક્તિઓ પાસેથી એક પછી એક લાખો રૂપિયા વ્યાજે લીધા હતા અને તે નાણાં વ્યાજની ભરપાઈ કરવા વધુને વધુ દેવામાં ફસાતા લોકોના રૂપિયા રોકાણ કરવાની લાલચ આપી, ઠગાઈ કર્યાની આરોપી દ્વારા કબુલાત કરાઈ છે. આરોપી ભરતભાઇ નારણભાઇ પરમારની પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતાં આરોપીઓએ કયા કયા વ્યક્તિઓ પાસેથી કેટલા કેટલા રૂપિયા વ્યાજે લીધેલ હતા અને આ વ્યાજખોરો દ્વારા અત્યાર સુધીમાં કેટલા રૂપિયા વ્યાજ પેટે વસુલ કરેલા છે ? કેટલા ટકા વ્યાજ વસુલ કરવામાં આવતું હતું? વિગેરે વિગતો એકત્રિત કરવાનું ચાલુ કરવામાં આવતા આરોપીને જેણે વ્યાજે ધિરાણ કરી તગડી રકમ વસુલ કરનાર વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. ઘણા વ્યાજખોરો દ્વારા મુદલના દસ ગણા રૂપિયા પડાવી હજુ પણ મુદલ ઉભી રાખી, વ્યાજ ઉઘરાવતા હોવાની પણ કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવેલ છે. આ અંગેની વધુ તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!