પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મોબાઈક ચોરને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી અને સ્ટાફના વિક્રમભાઈ, કરણસિંહ, સહિતની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી (જાતે પટેલ ઉવ. ૩૫ રહે. બરડીયા, તા. વિસાવદર જી. જૂનાગઢ) ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. શંકાસ્પદ મોટર સાયકલના એન્જીન ચેસીસ નંબરને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી અને પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા મળી આવેલ મોટર સાયકલ કપિલભાઈ કિશોરભાઈ ધનવાની (જાતે સિંધી રહે. ઉલ્હાસ સોસાયટી, ગાયત્રીનગર, જૂનાગઢ)નું સરનામું મળતા, આરોપી ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આજથી પંદર દિવસ પહેલા જૂનાગઢ કડીયાવાડ ખાતેથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરતાં હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂા. ૨૦,૦૦૦ નું કબજે કરવામાં કરાયું હતું. આ મોટર સાયકલ જૂનાગઢ ખાતેથી ચોરી કરેલ હોઈ, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે. આરોપી વિજય વલ્લભભાઈ પેથાણીની પૂછપરછ કરતા તે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, પોતાના લગ્ન થયેલ, પરંતુ પત્ની નાસી ગઈ હોય, તેને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા મોટર સાયકલ ચોરીની કબૂલાત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!