જુની સિવીલ હોસ્પિટલની જગ્યામાંથી ૯ શરતોને આધીન જગ્યાની ફાળવણી

0

જૂનાગઢ ખાતે આવેલી ડિસ્ટ્રીકટ કોર્ટને હવે નજીકનાં સમયમાં જુની સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે માટેનાં નિર્દેશો મળી રહયા છે. જમીનની ફાળવણી ૯ શરતોને આધીન કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં જ આગળની કાર્યવાહી હાથ ધરાય તેવા નિર્દેશો મળી રહયા છે.
• આ જમીન ૯ શરતોને આધીન સોંપવામાં આવશે.
• જેમાં જે હેતુ માટે જમીન આપવામાં આવી છે તેના હેતુફેર ન થવો જાેઈએ.
• માંગણીવાળી જમીન સરકાર તરીકે જ રહેશે.
• બીજા હકકમાં સંબંધિત વિભાગ ખાતાનું નામ દાખલ કરવાનું રહેશે.
• બાંધકામના નકશા સક્ષમ સતાધિકારી પાસે મંજુર કરાવીને બાંધકામ કરવાનું રહેશે.
• જમીનમાં હૈયાત રસ્તાઓ જેમના તેમ રાખવાના રહેશે.
• આજુબાજુ કોઈ જાહેર રસ્તા, રોડ પસાર થતા હોય તો તે યથાવત રાખવાના રહેશે.
• બાંધકામ શરૂ કરતા પહેલા વન વિભાગ કે અન્ય કોઈ ખાતાની મંજુરી જણાય તો પહેલા તે મેળવવાની રહેશે.
• ઉપરોકત શરતોનો ભંગ થશે તો ફાળવેલ જમીન હુકમ રદ કરીને ઈમલા સહિત જમીનનો કબજાે વિના વળતરે બિન બોજે સરકાર (મહેસુલ વિભાગ) હસ્તક સંભાળી લેવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!