Sunday, February 28

જૂનાગઢને આધુનિક સુવિધાથી સજજ નૂતન ડિસ્ટ્રીકટ કોર્ટ પ્રાપ્ત થશે

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા જે સિટીને તેઓનાં આર્શિવાદ પ્રાપ્ત થયા છે અને વિકાસ યાત્રાને સતત વેગ આપવામાં આવી રહયો છે. તેવા જૂનાગઢ શહરમાં નવા વર્ષ એટલે કે ર૦ર૧નાં વર્ષમાં એક પછી એક વિકાસનાં કામો મંજુર થઈ રહયા છે. પ્રવર્તમાન સમયમાં કે જયાં હાલ જૂનાગઢ ડિસ્ટ્રીક કોર્ટ કાર્યરત છે તેને વધુ સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે અન્યત્ર ખસેડવા અંગેની હિલચાલ શરૂ થઈ હતી અને તેજ અરસામાં જુની સિવીલ હોસ્પિટલની જગ્યા ખાલી પડતા જૂનાગઢના જાગૃત નાગરીકો અને વકિલ મંડળ દ્વારા આ હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યામાં આધુનિક ડિસ્ટ્રીકટ કોર્ટ તબદીલ કરવા માટેની રજુઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢનાં ડિસ્ટ્રીકટ જજે પણ ૬ ઓગસ્ટ ર૦૧૮માં માંગણી કરી હતી અને જેને આખરે ગુજરાત રાજય સરકારે સ્વીકાર પણ કર્યો છે. જે અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા મંજુરીની મહોર પણ આપી દીધી છે. અને આગામી દિવસોમાં જુની સિવીલ હોસ્પિટલ ખાતે આધુનિક કોર્ટ બિલ્ડીંગ બનવાની દિશામાં કદમ માંડવામાં આવી રહયા છે. આમ જૂનાગઢવાસીઓનું વધુ એક સપનું સાકાર થવા જઈ રહયું છે.
જૂનાગઢ શહેરમાં રાજાશાહી યુગનાં અનેક ઐતિહાસીક સ્થળો તેેમજ નવાબી શાસનકાળમાં સુર્વણકાળનાં સમયગાળામાં અનેક ઈમારતો અને બિલ્ડીંગો આજે પણ જાેવા મળે છે અને જેને લઈને પર્યટકો આ શહેરની વારંવાર મુલાકાત લેવા આવે છે. જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ દરવાજાથી ઉપર જતાં હુશેની બિલ્ડીંગ પાસે ચાર ચોક આવે છે. જે આગળ જતાં કોર્ટ બિલ્ડીંગ, મહાબત મકબરા, આવેલા છે. આ માર્ગ એમ.જી. રોડ તરીકે ઓળખાય છે. ચિતાખાના ચોકથી આઝાદ ચોક જતાં માર્ગ ઉપર જમણી સાઈડમાં જૂનાગઢની જુની સરકારી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ અત્યારે તો ખાલી પડી છે કારણ કે જૂનાગઢ ખાતે કરોડોનાં ખર્ચે અદ્યતન એવી સિવીલ હોસ્પિટલનું નિર્માણ કરી અને તેને મજેવડી દરવાજા નજીક કાર્યરત બનાવવામાં આવી છે. તો બીજી તરફ જુની સિવીલ હોસ્પિટલ ખાલી પડેલી છે તે વિશાળ જગ્યા ઉપર ડિસ્ટ્રીક કોર્ટને સ્થાન આપવા માટે જૂનાગઢ બાર એશોસીએશન, અગ્રણી વકીલો, જુદા-જુદા રાજકીય ક્ષેત્રોના મહાનુભાવો, અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ નગરજનોએ જે તે સમયે સરકાર અને સંબંધિત વિભાગોને રજુઆતો પણ કરી હતી. આજ અખબાર સૌરષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા લોકોની રજુઆત અને માંગણીને ધ્યાને લઈ અખબારી અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતાં. આખરે જૂનાગઢવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સરકારની સૂચના અંતગર્ત જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ગઈકાલે એક હુકમ જારી કરી અને જૂનાગઢ ખાતે આવેલી જુની સિવીલ હોસ્પિટલની જગ્યાને ડિસ્ટ્રીકટ કોર્ટને ફાળવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપી છે. જેને લઈને જૂનાગઢ વાસીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
જૂનાગઢમાં નવાબ વખતની અને હાલ બંધ હાલતમાં રહેલ જુની સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ જીલ્લા કોર્ટને સોંપવા માટે રાજય સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી દેતા ખુશીની લહેર દોડી ગયેલ છે. જૂનાગઢમાં આઝાદ ચોક પાસે આવેલ નવાબી સમયની બિલ્ડીંગમાં જુની સિવીલ હોસ્પિટલ કાર્યરત હતી. પરંતુ પ૦૦ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ નવી સિવીલ હોસ્પિટલ આ મેડીકલ કોલેજ બન્યા બાદ આ હોસ્પિટલનું નવી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારથી નવાબી સમયનું આ જુનું સિવીલ હોસ્પિટલનું બિલ્ડીંગ બંધ હાલતમાં હતું. જેમાં અનેક ઓરડાઓ, હોલ અને સુવિધાઓ ઉપલબ્ધ હતી. ત્યારે જૂનાગઢની જીલ્લા કોર્ટ બિલ્ડીંગમાં દિવસે – દિવસે કામ વધતા જગ્યા ટુંકી પડતી હતી. જેથી ૬ ઓગસ્ટ ર૦૧૮નાં રોજ જીલ્લા કોર્ટ દ્વારા જુની સિવીલ હોસ્પિટલનું બિલ્ડીંગ કોર્ટને સોંપવા માટે માંગણી મુકી હતી. પરંતુ આ બિલ્ડીંગ આરોગ્ય વિભાગ હેઠળ આવતું હોય તેને મહેસુલ વિભાગમાં ટ્રાન્સફર કરવા માટે ૧૮ નવેમ્બર ર૦૧૯ના રોજ બેઠક મળી હતી. જેમાં હોસ્પિટલની જમીનનું ક્ષેત્રફળ માપવામાં આવતા કુલ ૩૮પ૦૦ ચો.મી. જમીન હોવાનું સામે આવ્યું હતું જે જમીન અંતે ગુજરાત જમીન મહેસુલ વિભાગને આપવામાં આવ્યા બાદ ગઈકાલે ર૧ જાન્યુઆરી ર૦ર૧ના રોજ ગુજરાત રાજય સરકારે આ જમીન કાયદા વિભાગને સોંપવા સૈધ્ધાંતિક મંજુરી આપી દેતા આજે જીલ્લા કલેકટરે વહીવટી હુકમ કર્યોહતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!