ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને ૬ તાલુકા પંચાયત ની ૧૨૮ બેઠક તેમજ ચાર નગરપાલિકાના ૩૩ વોર્ડની ચુંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૮૧૬ મતદાન મથકોમાં કુલ ૬,૭૯,૨૮૯ મતદારો પૈકી પુરૂષ મતદારો ૩૫૦૪૧૦ તેમજ મહિલા મતદારો ૩૨૭૮૭૯ છે. પાંચ નગરપાલિકામાં ૨,૩૧,૩૨૫ મતદારો નોંધાયેલ છે તેમાં પુરૂષ મતદારો ૧૦૯૯૩૫ અને મહિલા મતદારો ૧૨૧૩૮૯ છે. વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયત પાંચ સીટ છે જ્યારે તાલુકા પંચાયતની ૨૨ સીટ છે જેમાં ૧૨૮ મતદાન મથકો, કુલ મતદારો ૧૧૦૭૧૫ છે જે પૈકી પુરૂષ મતદારો ૫૬૬૬૩ છે જ્યારે સ્ત્રી મતદારો ૫૪૦૫૨ મતદારો છે.
તાલાલા તાલુકામાં ૩ જિલ્લા પંચાયત બેઠક આવે છે અને તાલુકા પંચાયતની ૧૮ બેઠક આવે છે તેમજ ૧૦૬ મતદાન મથકોમાં કુલ ૮૬૮૨૬ મતદારો આવે છે જેમાં પુરૂષ મતદારો ૪૫૧૯૮ અને મહિલા મતદારો ૪૧૬૨૮ છે. તેવી રીતે સુત્રાપાડા તાલુકામાં ૪ જીલ્લા પંચાયત સીટ અને ૧૮ તાલુકા પંચાયતની સીટ આવે છે જેમાં ૧૦૬ મતદાન મથકો ઉપર કુલ ૯૧૦૫૪ મતદારોનો સમાવેશ થાય છે જેમાં પુરૂષ મતદારો ૪૬૬૩૪ પુરૂષ અને સ્ત્રી ૪૪૪૨૦ મતદારો છે. ઉના વિસ્તારમાં જિલ્લા પંચાયજની ૭ બેઠક અને તાલુકા પંચાયતની ૨૬ બેઠકમાં કુલ ૧૭૫ મતદાન મથકોનો સમાવેશ થાય છે જેમાં કુલ મતદારો ૧૫૪૪૮૨ મતદારોનો સમાવેશ થાય છે જેમાં પુરૂષ મતદારો ૭૯૭૬૭ મતદારો અને સ્ત્રી મતદારો ૭૪૭૧૫ મતદારોનો સમાવેશ થાય છે. કોડીનાર વિસ્તારમાં જીલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની ર૪ સીટમાં ૧૭૩ મતદાન મથકોમાં કુલ મતદારો ૧૩૬૭૧૬નો સમાવેશ થાય છે જેમાં પુરૂષ ૭૦૦૯૬ અને સ્ત્રી મતદારો ૬૬૬૨૦નો સમાવેશ થાય છે. ગીર ગઢડા તાલુકામાં ૪ જીલ્લા પંચાયત અને ૨૦ તાલુકા પંચાયતમાં ૧૨૮ મતદાન મથકો ૯૯૪૯૬ મતદારોાનંા પુરૂષ ૫૨૦૫૨ મતદારો અને સ્ત્રી ૪૭૪૪૪નો સમાવેશ થાય છે હાલમાં ચુંટણીની કામગીરી અંગે જિલ્લા કલેકટર કચેરી, ઈણાજ ખાતે એક તાલીમ જિલ્લા કલેકટર અજય પ્રકાશની અધ્યક્ષતામાં યોજાવામા આવી હતી જેમાં ચૂંટણજલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉમેદવારને ફોર્મ ભરવા માટેની પ્રકિયા, મતદાન મથકો તૈયાર કરવા, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા ,સ્ટાફ ડેટા બેઝ તૈયાર કરવો, ખર્ચ નિયંત્રણ ઉપર દેખરેખ રાખવી, ઈ વીએમ મશીન તૈયાર કરવા સહિતનું આ તકે માર્ગદર્શન આપાયું હતું. જીલ્લાના ચૂંટણી અધિકારીઓ બી. એસ. પ્રજાપતિ, વી. એમ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ જાેડાયા હતા. વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકામાં ૧૧ વોર્ડ ના ૧૩૦ મતદાન મથકો ઉપર કુલ ૧૩૫૫૯ મતદારો છે જેમાં પુરૂષ ૬૬૯૩૯ અને સ્ત્રી ૬૭૬૧૯ મતદારો અને ત્રીજી જાતિનો ૧ મતદારનો સમાવેશ થાય છે. જ્યારે ઉના નગરપાલિકામાં ૯ વોર્ડમાં ૪૫ મતદાન મથકોમાં ૪૪૬૨૧ મતદારો છે જેમાં પુરૂષ ૨૨૯૯૧ અને સ્ત્રી ૨૧૬૩૦નો સમાવેશ થાય છે. ઉના તાલુકાના બાણેજ ગામે એક મતદાન મથક માટે મતદાન થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews