દ્વારકામાં યાત્રીકોની અવરજવર અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાની સુચનાથી વહીવટી તંત્ર દ્વારા નડતર રૂપ મકાનો, હંગામી સ્ટ્રકચરને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હત જેમાં ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપરના જગત મંદિર પ્રવેશ માટે કલાત્મક રીતે તૈયાર કરાયેલ ૬પ જેટલી છત્રીઓને તોડી પડાઈ હતી જેને કારણે સ્થાનિક લોકોમાં કચવાટ ફેલાયો છે. દ્વારકામાં કરાયેલા વિકાસ કાર્યો પૈકી સંગમ નારાયણ મંદિર નજીક પિલરો તુટી પડયા છે તેમજ અન્ય બાંધકામો જર્જરીત થઈ શોભાના ગાઠીયા સમાન બનેલ છે. દ્વારકામાં હાલ ડીમોલીશનની કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકાધીશ મંદિર નજીક ૩૦૦ મીટરનાં વિસ્તારમાં પરવાનગી વિનાના બાંધકામોનો રાફડો ફાટયો છે ત્યારે અન્ય મોટા ગેરકાયદે દબાણો ઉપર કયારે વહીવટી તંત્ર પગલાં લેશે તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે. ડીમોલીશનની કામગીરીમાં પણ ‘એકને ગોળ અને બીજાને ખોળ’ જેવી વહાલા દવલાની નીતિ અપનાવાતી હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews