માંગરોળમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાની લોકચર્ચા

0

મુંબઈ થાના પોલીસ ક્રાઇમ બ્રાંચ યુનિટ ૧એ ગુરૂવારે એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાંના ૧. મનોબર સફીક ખટોલ (મજીદ બંદર મુંબઈ), ૨. ઊસામા મો. હુસેન ભાભા (માંગરોળ જૂનાગઢ), ૩. આદિલ નજીર શેખ (માંગરોળ જૂનાગઢ)ની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. સ્ડ્ઢ ડ્રગ્સ સાથે માંગરોળનું નામ જાેડાતા અહીં ચકચાર મચી ગઇ છે. છેલ્લા ઘણા સમયથી માંગરોળમાં એમડી ડ્રગ્સની હેરાફેરી અને તેની લતમાં યુવાધન સપડાતું હોવાની અનેક ચર્ચાઓએ જાેર પકડયું હતું. ત્યારે એમડી ડ્રગ્સમાં બે માંગરોળના શખ્સો પકડાતા માંગરોળજનોમાં ફફડાટ ફેલાયો છે. માંગરોળના આ બંને શખ્સો આખરે આ ડ્રગ્સ ક્યાં લઈ જઈ રહ્યા હતા ? આગળ કેટલી ખેપ કરી લિધી છે ? આમની પાછળ ક્યા ડ્રગ્સ માફિયાઓ જાેડાયેલા છે ? તેની તપાસ થાય તો અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. લાંબા સમયથી માંગરોળમાં સ્ડ્ઢ ડ્રગ્સનું મોટું રેકેટ ચાલતું હોવાની લોકચર્ચાઓ વચ્ચે પણ ભલે પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય પરંતુ હજુ પણ મુંબઈ પોલીસની જેમ માંગરોળ તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ હરકતમાં આવે તો અનેક નામો સાથે ભારતના ભવિષ્યને ચોપટ કરવાનું કારસ્તાન કરનારા સફેદ પોસ મોટા ડ્રગ્સ માફિયા બહાર આવે તેમ છે. જે સ્ડ્ઢ ડ્રગ્સ પકડાયું છે તે યુવાનોની જિંદગી બરબાદ કરી રહ્યું છે. યુવાનોને મોતની તરફ ધકેલી રહ્યું છે. સ્ડ્ઢ ડ્રગ્સનું આખું નામ મેફીડ્રોન છે. જેને મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ, નમક, સફેદ સોના, વ્હાઈટ હીરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડ્રગ્સ લેનારની આંખો બિલાડી જેવી દેખાવા લાગે છે. આ ડ્રગ્સની ગોળીઓ હોય છે. સિગારેટમાં પણ લઈ શકાય છે. સ્ડ્ઢ ડ્રગ્સ લેનારની યાદ શક્તિ ઓછી થઈ જાય છે. ધ્યાન લગાવવું ખુબ મુશ્કેલ બને છે. વધારે ગુસ્સો આવે છે. હાઈબ્લડ પ્રેશર થઈ શકે છે. વધારે પડતો ડોઝ લેનારને ડિપ્રેશનની બીમારી થાય છે. આત્મહત્યા તરફ પ્રેરાય છે. નોર્મલ માણસની જેમ તે બેસી શકતો નથી. ડ્રગ્સ લેનારને ભૂખ લાગતી નથી. કાયદાકીય વિષ્ણાતોના મતે ડ્રગ માફિયા યુવાનને પૈસાના જાેરે ફસાવે છે. ત્યારબાદ તેને વધુ લાલચ આપે છે અને તેના દ્વારા અન્ય યુવાનો સુધી પહોંચે છે. આમ આખું રેકેટ ચાલે છે. જેમાં અનેક યુવાનો ફસાઈ જાય છે. જે ક્યારેય આ દુષણમાંથી નિકળી નથી શક્તા અને જ્યારે માતા-પિતાને ખબર પડે છે ત્યારે ખુબ મોડું પણ થઈ ચૂક્યું હોય છે. ત્યારે માંગરોળમાં પગપેસારો કરી રહેલું એમડી ડ્રગ્સ અટકાવવા અને તેના ધંધાર્થીઓને જેલના સળિયા પાછળ ધકેલીને એમડી ડ્રગ્સની લતમાં જતા માંગરોળના યુવાધનને માંગરોળ અને જૂનાગઢ પોલીસ બચાવી લે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!