જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં ત્રણ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, રૂા.૧.૧૦ લાખની માલમતાની ચોરી

0

જૂનાગઢ શહેરમાં કાતિલ ઠંડીનાં સપાટા વચ્ચે તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લીધો હોય તેમ લાગે છે. મધુરમ વિસ્તારમાં આવેલા ત્રણ એપાર્ટમેન્ટોમાં તસ્કરોએ ત્રાટકી અને એક લાખથી વધુ માલમતાની ચોરી ગયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પરેશભાઈ દ્વારકાદાસ કાનાબાર રહે.પ્રિયંકાપાર્ક-ર, સુદામાપાર્ક-ર ની પાછળ વેસ્ટર્નપાર્ક બ્લોક નં.૬, વાળાએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ
તા.ર૩-૧-ર૦ર૧ કલાક ૧૯ થી રપ-૧-ર૦ર૧ કલાક ૬ દરમ્યાનનાં સમયગાળામાં રૂમના દરવાજાના તાળા તોડી રૂમમાં રાખેલ કબાટમાંથી રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના તથા અન્ય ત્રણ સાહેદોના મકાનનાં પણ દરવાજાના નકુચા તોડી તેમાંથી પણ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂા.૧,૧૦,પ૦૦ ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!