જૂનાગઢ : મહિલા પોસ્ટ એજન્ટ ભારતી પરમારને બ્લેક લીસ્ટ કરાઈ

0

જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસના MPKBY એજન્ટને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે. જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસના MPKBY એજન્ટ ભારતીબેન ભરતભાઇ પરમાર ગુનાહીત ભૂતકાળ ધરાવતા હોય તથા નાણાકીય અનિયમિતતા નાણાકીય ઉચાપત કરવા અંગેની માનસિકતા ધરાવે છે. આવી ધટનાનું પુનરાવર્તન ન થાય તથા એજેન્ટ કચેરીને ગુમરાહ કરી અન્ય જિલ્લામાંથી ફરીથી નાની બચત યોજના અંગેની એજન્સી મેળવે નહી તે માટે એજન્સી ફક્ત રદ ન કરતા તેમની એજેન્સી બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે. આથી જાહેર જનતાને જણાવવાનું કે, ભારતીબેન ભરતભાઇ પરમાર સાથે પોસ્ટ ઓફિસના નામે કોઇપણ લોકોએ કોઇ જાતની લેવડ દેવડ ન કરવા જૂનાગઢ ડાકઘર ડિવિઝનની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!