મતદાનએ અવસર છે, યજ્ઞ સમાન છે, આ યજ્ઞમાં જાેડાવા અને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરો : જૂનાગઢ નાયબ પોલીસ મહાનીરીક્ષક

0

જૂનાગઢ જિલ્લામાં ૧૧ માં રાષ્ટ્રિય મતદાતા દિનની ઉજવણી જિલ્લા વહીવટી તંત્ર અને ભક્તકવિનરસિંહ મહેતા યુનિ.ના સંયુક્ત ઉપક્રમે કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી હતી. ૧૧ માં રાષ્ટ્રિય મતદાતા દિનની ઉજવણી પ્રસંગે તા. ૧-૦૧-૨૦૨૧ લાયકાતની તારીખના સંદર્ભમાં જે યુવા મતદારોના ૧૮ વર્ષ થયેલ હોય, જેઓનું મતદારયાદીમાં નામ નોંધાવેલ હોય તેઓને નવા મતદારકાર્ડ, તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન મતદારયાદી સુદ્રઢ અને ક્ષતિરહિત બનાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને શ્રેષ્ઠ નાયબ મામલતદારને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રેન્જ આઇજી મનીન્દર પવારે જણાવ્યું હતું કે, આ વર્ષે મતદાનની થીમ વોટર્સ એમ્પાવર્ડ, વિજિલન્ટ, સેફ એન્ડ ઈનફોર્મડ છે. તેમને જણાવ્યું કે મતદાન એ પવીત્ર અવસર છે, યજ્ઞ સમાન છે. તેમણે સૌ કોઈને આ યજ્ઞમાં જાેડાવા અને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો જેમાં ૮૯ માંગરોળ વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારી તથા પ્રાંત અધિકારી વી.ડી. સાકરીયા, મામલતદાર ભેંસાણ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી એન.આઇ.બ્રહ્મભટ્ટ અને શ્રેષ્ઠ નાયબ મામલતદાર માટે પ્રશાંત મુકંદભાઇ જાેષીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ પોલસ મહાનિરીક્ષક જૂનાગઢ મનિન્દર પવાર, ભક્તકવિનરસિંહ મહેતા યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. ચેતન ત્રિવેદી, જૂનાગઢ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘી, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટૃી, નાયબ જિલ્લા ચૂંટણી અધીકારી વી.એન. સરવૈયા, જનસંપર્ક અધિકારી એસ.જી. ત્રિવેદી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો.પરાગ દેવાણીએ અને ટેકનીકલ કામગીરી ડો.ઓમ.જાેષીએ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!