કેશોદમાં કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

0

ગીર સોમનાથ જીલ્લાના દેલવાડા બીટના જમાદાર એએસઆઇ ધાંધલ તેમજ અન્ય બે કોન્સ્ટેબલ ઉનાનાં અંજાર ગામે પરબત વશરામ ડાભીના ઘરે આવી કોઈપણ વાંક ગુના વગર ખોટી રીતે પુછપરછ કરી મહીલાઓની હાજરીમાં બિભત્સ ગાળો બોલી પરબત વશરામ ડાભી તથા રણછોડ જાેધા ડાભીને માર મારી કોળી જ્ઞાતી વિરૂધ્ધ મનફાવે તેમ બોલી હડધૂત કરી મોટરસાયકલ પર બેસાડી દેલવાડા પોલીસ મથકે લઈ જઈ લાકડી દંડાથી અને ઢીકાપાટુનો જીવલેણ માર મારી ધમકી આપી ફરિયાદ ન કરવા જણાવેલ જે બાબતે કેશોદ કોળી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદાર મારફત રાજ્યપાલને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જાે આ બાબતે સત્વરે કોઈ કાર્યવાહી નહી થાય તો કોળી યુવા સંઘર્ષ સમિતિના એક હજારથી વધારે યુવાનો ભુખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews