ઉના પંથકમાંથી ૧પ દિપડાઓને પાંજરે પુરી સક્કરબાગ ઝુમાં મોકલી અપાયા

0

ઉના અને ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી જંગલી જાનવરો દ્વારા હિંસક હુમલાના બનાવો બનેલ છે અને માનવભક્ષી દિપડાઓને પાંજરે પુરવા વનતંત્રને ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈ એસીએફ શ્રી પરમારના મોનીટરીંગ અને જસાધાર રેન્જના આરએફઓની આગેવાની હેઠળ એકશન પ્લાન બનાવી ઉના પંથકમાંથી ૧પ દિપડાઓને પાંજરે પુરી અને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. દિપડાઓને પાંજરે પુરવાના ઓપરેશનમાં સર્વજીવન પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઈ બ્લોચ, પ્રકાશભાઈ ટાંક, ભરત બાંભણીયા, પ્રકાશ બાંભણીયા સહિતનાએ સહકાર આપ્યો હતો. માનવભક્ષી દિપડાઓ પાંજરે પુરાતાં ઉના પંથકના લોકોએ હાશકારાનો દમ લીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!