જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્મશાનગૃહ મરણ પથારીએ!

0

જૂનાગઢ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સક્રિય કાર્યકર મુકેશ ધોળકીયા ગત મંગળવારે વહેલી સવારે પોતાના પિતરાઈ બહેનની અંતિમ યાત્રામાં જૂનાગઢના વિદ્યુત સ્મશાનની અંદર જતાં ં સોનાપુરના ત્રણ વિદ્યુત સ્મશાનની ભઠ્ઠીઓ બંધ હતી અને ગેસ આધારીત ભઠ્ઠી પણ બંધ હતી. તેનંુ કારણ પુછવામાં આવતા કર્મચારીએ જણાવ્યું હતું કે હાલ લાઈટ નથી એટલે ભઠ્ઠી બંધ છે અને લાઈટ બપોરે ૩ વાગ્યે આવશે. તમે લાકડામાં તમારા સ્વજનની અંતિમ ક્રિયા કરી શકો છો. આવી ભયંકર પરિસ્થિતીનો અનુભવ જણાવતા મુકેશ ધોળકીયાએ કહયું હતું કે, હિન્દુ સંસ્કૃતિમાં જન્મથી માંડીને મરણ સુધીના કુલ ૧૬ સંસ્કાર છે ત્યારે મનુષ્યના અંતિમ સંસ્કાર એટલે કે તેમને સ્મશાન  ગૃહમાં અગ્નિદાહ આપવો. પરંતુ અહીં મહાનગરપાલિકા જૂનાગઢ સંચાલિત સ્મશાન ગૃહની અંદર સવારે સ્મશાન વિદ્યુત ભઠ્ઠી બંધ હાલતમાં હતી કારણ કે લાઈટ ન હતી. જૂનાગઢમાં વિદ્યુત પ્રવાહ વારંવાર બંધ પડી જતો હોય છે ત્યારે આવા વિદ્યુત સ્મશાનની ભઠ્ઠીને સતત ચાલુ રાખવા માટે હેવી જનરેટર ખુબજ જરૂરી છે. પરંતુ લાખો અને કરોડોના તાયફા કરતી સરકાર અને કરોડો રૂપિયાના વિકાસ કામોની વાતો કરતી સરકારના પદાધિકારીઓને પ થી ૭ લાખનું જનરેટર નાખવાનો સમય  નથી. આ સ્મશાન ગૃહમાં હેવી જનરેટરની જરૂરીયાત હોવા અંગે તા.૩-૧૧-૧૭, તા.ર૦-૧ર-૧૮ અને તા.૧૧-૬-૧૯ ના રોજ લેખિત રીપોર્ટ સ્મશાનના જે તે કર્મચારી દ્વારા કરવામાં આવેલા છે ત્યાર પછી ર૦ર૦ અને આજે ર૦ર૧નું વર્ષ ચાલે છે ત્યારે પાંચ  વર્ષ વિતી જવા છતાં કોર્પોરેશને જનરેટરની ખરીદી કરી નથી તે દુઃખદ બાબત છે. આવી જ રીતે ગેસ આધારીત ભઠ્ઠી પણ હાલ બંધ છે અને તેને ચાલુ કરવા માટે કોન્ટ્રાકટરને કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી અને ગેસ આધારીત  વિદ્યુત ભઠ્ઠીની અંદર માત્ર ૩થી ૭ હજાર રૂપિયાની ઈલેકટ્રીક મોટરવાળું જનરેટર દ્વારા પણ ચાલતું હોય છે તેમ છતાં અગત્યના કામમાં કોર્પોરેશનના અધિકારીકે પદાધિકારીને રસ નથી તેવું સીધું દેખાય આવે છે.
તાજેતરમાં સવારે ૭ વાગ્યાથી બપોરે ૧૧.૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન કુલ ૬થી વધુ મૃતકના પરિવારજનો વિદ્યુત ભઠ્ઠીમાં પોતાના સ્વજનની અંતિમક્રિયા કરવા માટે રાહ જાેઈને બેઠા હતા અને કમનસીબે એક કેસ કોરોનાને લીધે મૃત્યુનો પણ આવેલ હતો. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પગાર લે છે તેથી જવાબદારી પણ તેઓની થાય છે. કમ સે કમ આવા સંવેદનશીલ કામમાં સક્રિય રહીને સ્મશાન માટે જનરેટરની વ્યવસ્થા કરવી જાેઈએ.
એક સમયે ગીરીશભાઈ કોટેચાએ એક માસની અંદર  આખું નવું વિડીયો સ્મશાન બનાવી નાખ્યું હતું અને ભગાભાઈ રાડા એમના કાર્યકાળ દરમ્યાન આખા સ્મશાનગૃહને એક નયનરમ્ય બનાવીને ખુબજ સુવિધાપુર્ણ બનાવ્યું હતું ત્યારે આવા સ્મશાનની ચિંતા કરનાર કોર્પોરેટરની આજે ખોટ દેખાય છે. મુકેશ ધોળકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, એક માસમાં જાે વિદ્યુત ભઠ્ઠી સ્મશાન માટે હેવી જનરેટર ખરીદવાની વહીવટી કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે તો એક મહિના પછી આજ સ્મશાન ગૃહની અંદર હું એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ આંદોલન કરીને ઉપવાસ ઉપર બેસીશ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે મ્યુનિ. કમિશ્નર અને સેવાભાવી મેયર તરફ આશા વ્યકત કરીને જણાવ્યું હતું કે કમિશ્નર અને મેયર બંને ખુબજ સક્રિય અને પ્રમાણિક છે ત્યારે જનરેટરની બાબતમાં તેઓ ઝડપી નિર્ણય લઈને  જૂનાગઢને સ્મશાન ગૃહની અંદર પુરતી સુવિધા મળે તેવા પ્રયત્નો કરવા માંગણી કરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!