પ્રજાસતાક પર્વે જગવિખ્યાત સોમનાથ મંદિર રાષ્ટ્રભક્તિના રંગે રગાયું હતું. સોમનાથ મહાદેવને ત્રિરંગા કલરનો વિશેષ પાઘડી અને ફુલોના શણગાર સાથે લાઈટીંગથી સુશોભીત કરવામાં આવતા અલ્હાદાયક નજારો નિહાળી ભાવિકો રાષ્ટ્રભક્તિની અભિભુતની લાગણી અનુભવતા હતા. ૭૨ માં પ્રજાસતાક પર્વે સવારે સોમનાથ મંદિર પરીસરમાં ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપ ચાવડા સહિતના કર્મચારીઓની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ મંદિરના સુરક્ષા વિભાગના અધિકારીઓએ હાજર રહી સલામી આપી હતી. પ્રજાસતાક પર્વને લઈ સાંજે સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને કેસરી, સફેદ અને લીલા કલરના પુષ્પો અને ત્રિરંગા કલરની પાઘડીનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. રાત્રીના સોમનાથ મંદિરને ત્રિરંગાની થીમ ઉપર કેસરી, સફેદ અને લીલા કલરની લાઈટોથી સુશોભિત કરવામાં આવેલ હતો. પ્રજાસતાક પર્વે સોમનાથ મંદિરે ત્રિરંગા શણગાર અને સુશોભનથી રાષ્ટ્રભક્તિના માહોલનો અહેસાસ ભક્તો કરી રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews