ત્રાસા પગે જન્મેલ બાળકને જૂનાગઢ સિવીલમાં ક્લબ ફુટની સારવાર મળતા દોડતું થયું

0

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ગરીબ પરિવારને ત્યાં જન્મેલા ધૃવિકના બન્ને પગ ત્રાસા હોય જેને લઇને પરિવારજનો ચિંતીત બની ગયા હતા અને ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી શકે તેમ ન હતા. પરંતુ આંગણવાડી કાર્યકર બહેન દ્રારા બાળકની સારવાર માટે જૂનાગઢ સિવીલમાં મોકલતા ત્યાં તેમને વિના મુલ્યે ક્લબ ફુટની સારવાર મળી હતી અને સારવાર પૂર્ણ થતા આ બાળક દોડતું થઇ ગયું છે. વેરાવળ રહેતા અને માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિતીનભાઇ આગિયાને ત્યાં ધૃવિકનો જન્મ થયો પરંતુ ધૃવિકના બન્ને પગ ત્રાસા હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેટલા રૂપિયા ન હોવાને કારણે ચિંતીત બન્યા હતા. પરંતુ આંગણવાડી કાર્યકર મીનાક્ષીબેન દ્વારા જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ક્લબ ફુટની સારવારમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શોભનાબેનનો સંપર્ક કરાવ્યો હતો. આથી આ પરિવાર બાળક ધૃવિકને લઇ જૂનાગઢ સિવીલમાં આવ્યા અને ત્યાં તેમને શોભનાબેન દ્વારા ક્લબ સારવાર વિના મુલ્યે આપવા અંગે માહિતી આપવામાં આવી હતી. અને ત્યારબાદ સિવીલના હોસ્પિટલના ડો.નિકુંજ ઠુંમર દ્વારા ઓપરેશન અને જરૂરી સારવાર આપી અને ફરીથી પગ ત્રાસા ન વળે તે માટે ક્લબ ફુટ અંગેના બુટ આપવામાં આવ્યા હતા. ધૃવિકને સમય સર અને વિના મુલ્યે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં પુરતી સારવાર મળતા આજે દોડતો થઇ ગયો છે. ધૃવિકને દોડતો જાેઇ તેમના માતા-પિતામાં ખુશી જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!