આગામી બે માસમાં બે પીલીગ્રીમ અને બે ભારત દર્શનની કુલ ચાર વિશેષ ટ્રેન દોડાવવાનું આઇઆરસીટીસીનું આયોજન

0

ભારત સરકારની પહેલ “લોકલ ફોર વોકલ” અને રેલ્વેવ મંત્રાલયના સહયોગથી રેલ્વે કેટરિંગ અને ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટુરીસ્ટ ટ્રેનો દોડાવવાની પહેલ કરવામાં આવી છે. જે અંગે યોજેલ પત્રકાર પરીષદમાં સુપરવાઈઝર અમિત ઉપાધ્યાયે જણાવેલ કે, આઈઆરસીટીસી ફેબ્રુઆરી ૨૦૨૧માં બે પિલગ્રીમ સ્પેશયલ ટુરીસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવવાનું નકકી કરાયુ છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થઇ અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુ જ કિફાયતી ટિકિટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રી ભોજન), માર્ગ પરીવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ અને ટુર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈની વ્યવસ્થા અને એનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
વઘુમાં આઈઆરસીટીસી અમદાવાદથી એર પેકેજ – કેરળ, નોર્થ ઈસ્ટ, સિમલા મનાલી, અંદમાન અને રાજકોટથી સ્પેશ્યલ ચાર્ટર કોચ – હૈદરાબાદ સાથે રામોજી ફિલ્મ સિટી અને કેરળ ટુરનું પણ આયોજન કરેલ છે. રાજયના કેવડિયા માટે આઈઆરસીટીસી દ્વારા મુંબઇ, અમદાવાદ અને વડોદરાથી ટુર પેકેજીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. વધારે માહિતી માટે સંપર્ક ૦૭૯-૨૬૫૮૨૬૭૫, ૮૨૮૭૯૩૧૭૧૮, ૮૨૮૭૯૩૧૬૩૪ અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com ઉપરથી થઇ શકશે. મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.
અધિકારી ઉપાધ્યાયે વધુમાં કહેલ કે, ઉપરોક્ત બધી ટ્રેનોમાં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જાે કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરોના બજેટને ધ્યાનમાં રાખીને રાહત દરે આઈઆરસીટીસી ફેબ્રુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૧માં ચાર ટ્રેન દોડાવાની છે જેની માહિતી વેબસાઇટ અને કોન્ટેકટ નંબરો ઉપરથી મેળવી શકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!