ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાબાના ટોબરા ગામે ખેડૂત બિલના વિરોધમાં અને દિલ્હી ખાતે કૃષિ બિલના વિરોધમાં બેસેલા ખેડુતોને ન્યાય મળે એવી માંગણી સાથે ગામમાં વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી હતી. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલના ખેડુતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ બીલના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતો ટ્રેકટર રેલી કાઢી રોષ પ્રદર્શીત કરી રહ્યા છે. જેના સમર્થનમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ટોબરા ગામમાં ખેડુતોએ સ્વયંભુ ટ્રેકટર રેલી કાઢી હતી. આ અંગે ટોબરાના ખેડુત આગેવાન રમેશ પંપાણીયાએ જણાવ્યું કે, કૃષિ બીલના વિરોધમાં અને દિલ્હીમાં બિલના વિરોધમાં મોર્ચો માંડી બેઠેલા દેશના ખેડૂતોના સમર્થનમાં ટોબરા ગામના ૧૫પ જેટલા ખેડૂતો અને યુવાનોએ ૬૦ જેટલા ટ્રેક્ટરોની રેલી કાઢી હતી. આ રેલી ટોબરા ગામની શેરીઓ અને મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. ખેડુતોની માંગણી મુજબ કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં આવે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews